________________
૩૧૩
પત્રાંક-૩૩૫
મુમુક્ષુ :- વિપશ્યનામાં .
પૂજ્ય ભાઈશ્રી :- હા, વિપશ્યના નામનું ધ્યાન છે. એમાં એ પ્રયોગ છે. પણ એ પ્રયોગમાં સફળ નથી થવાય એવું. એનું કારણ શું છે કે એ થોડો ટાઇમ Temporary એને કૃત્રિમતાથી એ પ્રયોગ કરાવવામાં આવે છે. સહજ સ્થિતિ થાય નહિ. શ્રદ્ધાન સમ્યક થયા વિના અને જ્ઞાન સમ્યફ થયા વિના ધ્યાન કદી સમ્યક થાય નહિ. જ્ઞાન વિના શ્રદ્ધાન નહિ અને શ્રદ્ધાન-જ્ઞાન વિના કદી આચરણ–ધ્યાન નહિ. ફરીથી, જ્ઞાન વિના શ્રદ્ધાન નહિ. શ્રદ્ધાન વિના જ્ઞાન નહિ એમ નહિ. જ્ઞાન વિના શ્રદ્ધાન નહિ અને સમ્યજ્ઞાન અને સમ્યકુશ્રદ્ધાન વિના કદી સમ્યકધ્યાન નહિ. થાય નહિ કોઈ દીવસ. પછી તમે Artificial-અકુદરતી કરો તો એ તો કાંઈ રહેવાની ચીજ નથી. એ ટકવાની ચીજ નથી. Artificial રેશમ સાચા રેશમ કરતા વધારે સુંવાળું લાગે. ધોવો એટલે ખડકે રહે પછી પહેરવાના કામમાં ન આવે, કેમકે એનું કોઈ ટકાઉપણું નથી, અસલિયત નથી. મૂળ વસ્તુ જ નથી.
49:- slisalat 2012 belly.27 Plus point 89 $ Minus point ?
સમાધાન :- Minus point છે, સીધી જ વાત છે. ગૃહીત મિથ્યાત્વમાં જાવું પડે. મિથ્યાત્વ તીવ્ર થાય એનું શું ? જે ખરેખર સાધન નથી એને બુદ્ધિપૂર્વક ખરેખર સાધન તરીકે ગ્રહણ કર્યું એનું નામ ગ્રહીત મિથ્યાત્વ, ગૃહીત મિથ્યાત્વ તેનું નામ છે. બુદ્ધિપૂર્વક ખોટું ગ્રહણ કરે છે.
મુમુક્ષુ :- (એક) મહારાજસાહેબે આ જ પ્રશ્ન કર્યો હતો ને ?
પૂજ્ય ભાઈશ્રી – હા. ધ્યાનનો પ્રશ્ન કર્યો હતો. ધ્યાનનો પ્રશ્ન કર્યો હતો એટલે એમ કહ્યું ઓળખાણ વગર (ધ્યાન નહિ થાય). ધ્યાન તો સ્થિરતારૂપ પરિણામ છે. સ્થિરતા શેમાં કરશો ? જે ચીજને ઓળખતા નથી, જે ચીજનું જ્ઞાન નથી, જે ચીજનું વિજ્ઞાન જાણતા નથી એમાં સ્થિર કેવી રીતે થાય ? એટલે તરત જ પકડ્યું, બરાબર છે. ધ્યાન કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. પકડ્યું હતું બરાબર. પણ શું થાય કે દીક્ષા લીધી છે. આપણે શું કરવું ? કે નિવૃત્તિમાં ધ્યાન કરવા બેસવું. સામાયિક લઈને કે બીજું લઈને બેસવું, આત્માનું ધ્યાન કરવું. પણ જે ચીજની ખબર જ ન હોય કેવી ચીજ છે મૂળમાં, એનું ધ્યાન કેવી રીતે થાય ?
મુમુક્ષુ :- પ્રવૃત્તિ કરેલી હોય તો ધ્યાન ક્યાંથી હોય ?