________________
-
૩૧૧
પત્રાંક-૩૩૫ તે અનંત સંસારનું કારણ ૫ ને થાય એમ જાણી જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું...? ખાલી મજૂરી કરી લીધી ‘એમ હાલ તો ધાર્યું છે.' પૂરેચ્છાનુસારી. વેઠ કરી લ્યો. મજૂરી કરાવી લ્યો મારી પાસે જેટલી કરાવવી હોય તેટલી. આ તમારો મજૂર અત્યારે તો. એવી રીતે મજુર થઈને કામ કરે છે.
મુમુક્ષુ :-
પૂજ્ય ભાઈશ્રી - સાથે કામ કરતા હોય ને ! ભાગીદાર હોય. એ લોકોને તો કામ એકબાજુ વધારે હોય અને પોતે દુકાને ન જાય તો શું થાય ? સામાને તો આકુળતા થાય ને કામ બગડે એની. કામ બગડે, નુકસાન થાય. એટલે પોતે મજૂરી કરી લે છે કે ભાઈ ! કરાવી લ્યો જે કામ કરવું હોય તે. ચાલો તમારી મજૂરી કરી લઈએ અત્યારે. સમાધાન કરવા એવી રીતે રાખ્યું છે.
મુમુક્ષુ – આ પેરેગ્રાફમાં લખ્યું છે. આ કામની પ્રવૃત્તિ કરતી વખતે.
પૂજ્ય ભાઈશ્રી :- “આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે. અને તેથી અમે ઘણું કરીને તેમની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે; તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ તો જેમ તેમ ચિત્ત સમાધાન કરી રાખ્યા કર્યું છે.” પરાણે કામ કરીએ છીએ. પરિણામ કામ કરતા નથી, પરાણે કામ કરીએ છીએ. જેમ કોઈ પરાણે કડવી દવા પીવડાવેને ? એવી અમારી દશા છે એમ લખે છે.
મુમુક્ષુ – આખો પત્ર સરસ છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, બહુ સરસ પત્ર છે.
એટલે અહીંયાં એમ કહે છે કે “આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે.” એ જે એમની વર્તમાન દશા હતી એ સ્પષ્ટ લખે છે કે અત્યંત ઉદાસીન પરિણામ રહે છે. ક્યાંય જરાય રસ આવતો નથી ને !
એક અર્ધ-જિજ્ઞાસ્ય-વૃત્તિવાળા પુરુષને એક પત્ર લખી મોકલવા માટે આઠેક દિવસ પહેલાં લખ્યું હતું. પાછળથી અમુક કારણથી ચિત્ત અટકતાં તે પત્ર પડતર રહેવા દીધું હતું...” લખતા લખતા છોડી દીધું હતું. જે વાંચવા માટે આપને બીડી આપ્યું છે.'
હજી થોડી વાત લખે છે કે જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને