________________
૩૧૦
ચજય ભાગ-૫ મુમુક્ષુ – પાછું વધારે લીધું છે, જેવું જોઈએ તેવું ચિત્ત કામ કરતું નથી.
પૂજ્ય ભાઈશ્રી :- મારું ચિત્ત જેવું જોઈએ એવું અત્યારે આ વિષયનો ઉત્તર લખવામાં રહેતું નથી. ઉપયોગ કામ કરતો નથી, છૂટી જાય છે અથવા અલ્પકાળ રહે છે. લખ્યું ને કે આઠ દિવસથી અધૂરો લખેલો પત્ર પડ્યો છે, આઠ દિવસથી એક અડધો લખેલો પત્ર પડ્યો છે, તમને મોકલી દઊં છું જેટલો પડ્યો છે એટલો. થોડોક લાગુ પડે છે એમ સમજીને. એવી તો એમની પોતાની પરિસ્થિતિ છે. ૨૫ વર્ષે જ્યારે મહત્વકાંક્ષાઓ પાંગરે એ ઉંમરમાં એ સંસારથી નિવૃત્ત થવાના પરિણામમાં વર્તે છે. કયાંય એમનું મન લાગતું નથી. મુંબઈમાં બેઠા છે, ધંધો વેપાર છે, ધંધો વેપાર વધતો જાય છે અને પોતાની એ બાજુની અરુચિ પણ વધતી જાય છે.
મુમુક્ષુ :- અસંગદશાની ભાવના વધતી જાય છે.
પૂજ્ય ભાઈશ્રી – હા, વધતી જાય છે. એવી દશામાં એમનું જીવન ચાલે છે. એ મુમુક્ષુને બહુ બહુ વિચાર કરવા જેવો વિષય છે.
એ વાત અહીંયાં ૩૩૯ માં વિશેષ લીધી છે કે અમારે તો કામ ઘટાડવું હતું પણ કામ વધી ગયું ઊલટાનું. બીજો પેરેગ્રાફ છે ને ? હાલ જે કાંઈ વ્યવહાર કરીએ છીએ. તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો. નથી.' અમારો આત્મા નથી, જીવ ત્યાં નથી લાગતો. ક્વચિત્ પૂર્વકર્માનુસાર વતવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યા છે, તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે. થોડા કાળમાં ભોગવી લેવાને અર્થે, આ વેપાર નામનું વ્યાવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. અમારે કાંઈ લાભ-નુકસાનનું કારણ નથી. બીજાને માટે કરીએ છીએ.
પછી એક બે લીટી છોડીને (લખે છે, “અમે આ કામ પ્રેરેલું.... કાંઈ ચીંધી દીધું હશે કે આ કામ આ રીતે થાય, આ રીતે કરવા જેવું છે. તે સંબંધી.” પછી નામ દીધું ભાગીદારી છે એટલે બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. એટલે પોતે તો મજૂરી કરે છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી.” જુઓ ! કામનું દબાણ વધ્યું છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. આ બાજુ કામ વધે છે, આ બાજુ નિવૃત્તિના પરિણામ જોર કરે છે. પણ એને દોષબુદ્ધિ આવી જવાનો સંભવ;.” બીજો ઊલટું વિચારી લેશે અને