________________
૩૦૮
ચજહૃદય ભાગ-૫ તો જરા વ્યક્તિગત સંબોધન છે. આ પત્રની અંદર થોડું વ્યક્તિગત સંબોધન છે. એમાં કહ્યું છે નીચે કે, જેને તમારા પ્રત્યે, તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાઓ એ હેત સિવાય બીજી સ્પૃહા નથી, એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઇચ્છું છું અને તે એ કે ઉપર જણાવેલા દોષો જે વિષે હજુ તમને પ્રેમ વર્તે છે.' બહુ કરુણાથી વાત લખી છે. મારે સ્પૃહા નથી, તમારી પાસેથી કાંઈ જોઈતું નથી, પણ આ તમારા આત્માને નુકસાન કરે છે. એ જરાક આ સ્થળે કહેવાનું મને ઠીક લાગે છે એટલે તમને કહી દઉં છું. હું જાણું છું. હું સમજું છું. એ દોષ મુખ્ય લીધો છે.
મુમુક્ષુ - ત્રણે દોષમાં મહાદોષ પાછો સ્વચ્છેદને વધારે મહત્ત્વ આપ્યું અને પાછું એની ઉપર પણ નિમિત્તકારણ પાછું અસત્સંગ, અસત્સંગ ઉપર તો બહુ વજન છે.
પૂજ્ય ભાઈશ્રી - ઘણું વજન છે, ઘણું વજન છે. બહુ જોઈ વિચારીને પગ મૂકવો. સંગ કરવા માટે એક પગ મૂકવો (એ) બહુ જોઈ વિચારીને મૂકવા જેવો કાળ છે. નહિતર જીવને નુકસાન કેટલું થાય એની સમજણ પડે એવું નથી.
મુમુક્ષુ - તત્ત્વનો અભ્યાસ કરાવવાળાને આ ભૂલ બહુ થાય છે. હું જાણું છું, હું સમજું છું, મોટામાં મોટી ભૂલ..
પૂજ્ય ભાઈશ્રી :- હા, એ બહુ મોટી ભૂલ થાય છે. એટલે કે શાસ્ત્રાભ્યાસી જીવને સ્વચ્છેદ ઉત્પન થતા વાર નથી લાગતી. હવે જે શાસ્ત્રાભ્યાસ એક ન્યાયે સ્વચ્છેદ મટાડવાનું સાધન છે, નિમિત્ત કારણ છે તે જ શાસ્ત્રાભ્યાસ અને સ્વચ્છેદનું નિમિત્ત થાય પછી ક્યાંથી છૂટે અને કેવી રીતે છૂટે એ ? પછી કોઈ છૂટવાનો આરોવારો
નથી. - મુમુક્ષુ - વ્યવહાર-વેપારમાં અસત્સંગ કરવો પડે એ જુદી વાત છે પણ ધર્મમાં અસત્સંગ નહિ કરવો.
પૂજ્ય ભાઈશ્રી :- વ્યવહારમાં શું છે ચારિત્રમોહનો દોષ છે. ત્યાં શ્રદ્ધા નથી કામ કરતી અને ધર્મના ક્ષેત્રમાં શ્રદ્ધાની પ્રધાનતા છે. પેલામાં ચારિત્રની પ્રધાનતા છે. એમ કહ્યું ને કે ભાઈ ! તમે કહો છો કે સત્સંગ મળતો નથી અને અસત્સંગ તમારે કરવો નહિ અને એકલા અમને ગોઠતું નથી, હવે શું કરવું? તો કુંદકુંદાચાર્યું “મૂલાચારમાં કીધું કે તું લગ્ન કરી લેજે, તો ત્યાં ચારિત્રમોહનો દોષ છે.
જે મુનિ છે, આચાર્ય છે, નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલન કરનારા છે. બ્રહ્મચર્ય