________________
૩૦૬
રાજહૃદય ભાગ-૫ એને એવો નડશે કે એના જ્ઞાનને મેલું કરશે. જ્ઞાનીપુરુષને ઓળખવા નહિ દે.
ત્રીજ, લોકભયને લીધે, અપકીર્તિભયને લીધે અને અપમાનભયને લીધે.’ હું અહીંયાં જઈશ તો મારા ધાર્મિક સમાજવાળા એમ કહે છે કે તે વળી તમે ત્યાં ક્યાં જવા માંડ્યા? “કાનજીસ્વામીવાળામાં ક્યાં જવા માંડ્યા ? “સોનગઢ ક્યાં જવા માંડ્યા? ફલાણા પાસે ક્યાં જવા માંડ્યા ? એ વખતે “શ્રીમદ્જી હતા તો કહે એની પાસે ક્યાં જવા માંડ્યા તમે ? આપણા સાધુ, ત્યાગી ઘણાય છે, આ તો ગૃહસ્થી છે એવા લોકભયને લીધે. લોકોમાં પાછું કાંઈ સ્થાન મળ્યું હોય, માન મળ્યું હોય એ પાછું ન મળે, એવી રીતે લોકો ન માને. અપકીર્તિભય, આબરૂ ઓછી થાય એમ ગણીને લાગે કે મારી કિમત સમાજની અંદર ઘટી જશે અથવા મારા સંબંધો છૂટી જશે. એવું પણ ક્યાંક બને છે અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું..
“જ્ઞાનીથી વિમુખ રહેવું....' જ્ઞાનીથી વિમુખ રહેવું અથવા ઉપેક્ષા થવી તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. અત્યંત વિનય આવવો જોઈએ. અત્યંત ભક્તિથી જવું જોઈએ એ ન જવું એ ત્રણ કારણો જીવને શાનીથી અજાણયો રાખે _છે; જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. એ પોતાની બુદ્ધિએ તોળે છે જ્ઞાનીને. હજી તોળવાની શક્તિ નથી બુદ્ધિમાં છતાં પણ પોતાની બુદ્ધિથી તોળે છે. પોતાની કલ્પના પ્રમાણે...” પછી એ બુદ્ધિ કલ્પનાએ ચડે છે. “જ્ઞાનીના વિચારનું શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. શાસ્ત્રના અર્થ પણ પોતાની બુદ્ધિ પ્રમાણે કરે, જ્ઞાનીની તુલના પણ પોતાની બુદ્ધિ પ્રમાણે કરે.
મુમુક્ષુ :- જ્ઞાનીના વચનને શાસ્ત્રની સાથે મેળવે.
પૂજ્ય ભાઈશ્રી :- મેળવે કે આ મળે છે નહિ ? નહિતર પછી આપણે કેવી રીતે માનીએ. આગમ સાથે મેળ ખાય છે કે નહિ ? આગમ શું કહે છે ? જ્ઞાની કહે છે એમ આગમ કહે છે કે નહિ ? એમ પોતાની બુદ્ધિએ સરખામણી કરવા જાય છે.
થોડું પણ ગ્રંથસંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી.” થોડો ક્ષયોપશમ થઈ ગયો હોય. “ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. પોતે જાણકાર છે, પોતે સમજદાર છે, ઘણું જાણે છે એ પ્રદર્શન કરવાનો અને ભાવ રહ્યા કરે છે. એવા જે પરિણામો છે એ વગેરે જે દોષ...” એ બધા દોષિત પરિણામ છે. ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ. તે ત્રણને વિષે બાકીના નીચેની વાત કરી એ પણ સમાય