________________
પત્રાંક ૩૩૫
મુમુક્ષુ :- પ્રશ્ન તો સોભાગભાઈ’ને પૂછ્યો હતો ને...
પૂજ્ય ભાઈશ્રી :– સોભાગભાઈ’ને પૂછ્યો હતો. સોભાગભાઈએ જવાબ આપ્યો. એ જ સવાલ સોભાગભાઈ’ એ પાછો ફરીને શ્રીમદ્ભ’ને પૂછ્યો છે. શ્રીમદ્જી’એ જે પ્રશ્ન પૂછ્યો એનો પોતે ઉત્તર આપ્યો. ઉત્તર બરાબર છે એમ પણ કહ્યું. છતાં પોતે એમ કહ્યું કે આપ શું કહો છો ? એટલે પોતે ફરીને પ્રશ્નને Rebound કર્યો છે કે આપ એનો ઉત્તર લખો કે જ્ઞાની કેમ નથી ઓળખાતા ? મેં તો મારી યોગ્યતા પ્રમાણે ભલે ઉત્તર આપ્યો છે. આપને ગમ્યો છે, ઠીક વાત છે. પણ આપ પોતે શું કહો છો ? એમ કરીને ફરીને પ્રશ્ન પૂછ્યો છે). વિષયને મહત્ત્વનો સમજીને જરા વધારે એના ઉપર ચીકાશ કરી છે, છોડી નથી દીધું, પ્રશંસા કરી એટલે વાતને છોડી નથી દીધી. વાતને પોતે લંબાવી છે.
૩૦૫
મુમુક્ષુ :– જવાબ યથાર્થ છે એમ પણ કીધું.
પૂજ્ય ભાઈશ્રી :– હા, તોપણ લંબાવી છે કે આપ એનો ઉત્તર આપો કે સત્પુરુષ કેમ જીવને ઓળખાતા નથી ? એનું શું કારણ છે ? પત્રનો ઉત્તર આમાં બહુ દૂર આવે છે. પત્રાંક ૪૧૬, પાનું ૩૫૭.
કાલે એક ભાઈ પૂછતા હતા કે આ પત્રનો ઉત્તર આવે છે કે નહિ આગળ ? મેં કીધું નજીકના થોડા પત્રો તો ઘરે નજર ફેરવી ગયો હતો પણ ઉત્તર નથી જોયો. અત્યારે ઓચિંતું યાદ આવ્યું. ૩૫૭ મે પાને વચ્ચેનો બીજો મોટો પેરેગ્રાફ છે.
શાનીપુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું', હું સમજું છું' એવા પ્રકારનું જે માન જીવને રહ્યા છે તે માન.' બે-પાંચ ચોપડીઓ વાંચી હોય, પુસ્તકો-શાસ્ત્રો વાંચ્યા હોય એટલે મને પણ અર્થ આવડે છે અને હું પણ સમજું છું અને વળી કેટલાક તો વિદ્વત્તામાં એમ વિચારી લે કે મારો અર્થ બરાબર છે. જ્ઞાની અર્થ કરે છે એના કરતા મારો અર્થ બરાબર છે. એ સ્વચ્છંદ નામનો બહુ મોટો દોષ છે. માન કહો કે સ્વચ્છંદ કહો.
બીજું પરિગ્રહાદિકને વિષે જ્ઞાનીપુરુષ પર ચગ કરતાં પણ વિશેષ રાગ.' બીજું કારણ આ. પોતાના સંયોગો, કુટુંબ-પરિવાર, એની અનુકૂળતાઓ, પોતાની અનુકૂળતાઓ એના ઉપર એટલો રાગ જાય કે દેવ-ગુરુ-શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યે એને એટલો રાગ ન આવે. એ પણ એને જ્ઞાનીપુરુષને નહિ ઓળખવા દે એમ કહે છે. એ રાગ