________________
પત્રાંક-૩૩૫
૩૦૩ સમાધાન :- હા, કાળ એટલે સમય. કાળ એટલે દિવસો, મહિનાઓ, વર્ષો વ્યવહારકાળ, (પત્ર) અર્ધી ચાલી ગયો છે, ફરીને લઈએ છીએ.
સમજવા વિષેની જે વિગત લખી છે, તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી, ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. એટલે ઉદાસ પરિમામ સહજ કેવી રીતે થાય ? કૃત્રિમ વૈરાગ્ય નથી કરવો પણ ખરેખર સંયોગોનું અબાંધવપણું, અરક્ષણપણું, અનિત્યપણું, નિઃસારપણું સમજાય છે ત્યારે નિઃસાર પદાર્થમાં, નિઃસાર કાર્યની અંદર, જેમાં કાંઈ સાર ન હોય એવા કામમાં કોને રસ આવે ? એમાં તો કોઈને રસ આવતો નથી. પછી વેઠ ઉતારવા ખાતર 'વેઠ ઉતારે પણ કોઈને રસ ન આવે. એવી જે સમજણ વિષેની વાત-વિગત લખી છે તે ખરી છે. - “એ વાતો જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી. ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. યથાર્થ ન થાય. આમ તો ઘણા વૈરાગ્ય ધ્યે છે. જૈનદર્શનમાં પણ દીક્ષા લેનારા હોય છે અન્યમતમાં પણ ક્ષેત્ર સંન્યાસ, ગૃહ સંન્યાસ, સંસારનો સંન્યાસ લેનારા હોય છે. રાજપાટમાંથી સંન્યાસ લેનારા હોય છે. આ “ભર્તુહરિ વગેરે થયા છે. પણ યથાર્થ (ઉદાસીનતા ક્યારે આવે છે આત્મા અનંત સુખનું નિધાન છે અને આત્માને છોડીને તમામ પ્રસંગો અને તમામ પદાથો સુખના તો કારણ નથી પણ એકાંતે એ બાજુનું પોતાનું વલણ પોતાને જ દુઃખનું કારણ થાય છે. પદાર્થો તો પદાર્થો છે, ન તો સુખ આપે છે, ન તો દુઃખ આપે છે. એવી સુખદુઃખની પરપદાર્થ પ્રત્યેની કલ્પનાની નિવૃત્તિપૂર્વક યથાર્થ ઉદાસીન પરિણતિ સમજણ વિના થવી કઠણ છે. એનો આધાર જ્ઞાન છે, વૈરાગ્યનો આધાર પણ જ્ઞાન છે, પુરુષાર્થનો આધાર પણ જ્ઞાન છે. આધાર કહો કે નિમિત્ત કહો.
મુમુક્ષુ :- યથાર્થનો અર્થ અહીંયાં સુખ-દુઃખની...
પૂજ્ય ભાઈશ્રી :- કલ્પનાની નિવૃત્તિ. અથવા સર્વ પ્રસંગોનું, આખા સંસારનું નિસારપણું–નકામું છે, જે નકામી ચીજ હોય એની કોણ કાળજી કરે ? ઉપેક્ષા જ થાય,_
સત્પષ કેમ નથી ઓળખવામાં આવતા ?' એ વગેરેં પ્રશ્નો ઉત્તરસહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે. આ પ્રશ્ન “સોભાગભાઈ તરફથી અવતરણ ચિલમાં