________________
પત્રાંક-૩૩૫
૩૦૭ જાય છે. એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવો તો એક “સ્વચ્છેદ નામનો મહા દોષ છે.” સ્વચ્છેદ સૌથી મહાન દોષ છે. સ્વચ્છેદ જેવડો બીજો કોઈ દોષ નથી. સ્વચ્છેદથી તીવ્ર દર્શનમોહનું આવરણ થાય છે. સ્વચ્છેદથી મતિ મેલી થઈ જાય છે અને સ્વચ્છંદને લઈને જીવ માઠી ગતિમાં ચાલ્યો જાય છે. અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે? જેનો સંગ ન કરવો જોઈએ એનો સંગ કરે છે એ કારણે જીવને આવા ત્રણ દોષમાં મુખ્ય અસત્સંગ લીધો છે.
અનેક શાસ્ત્રકારોનું, અનેક મુનિઓનું, અનેક જ્ઞાનીઓનું આ વિષય ઉપર ઘણું વજન છે. પરમાગમ ચિંતામણી'માં બીજા ભિન, ભિન્ન શાસ્ત્રોમાંથી એના ઉપર ઘણા બોલ લીધા છે કે ભાઈ તું સંગ કરવામાં બહુ વિચારીને સંગ કરજે. જેનોતેનો તું સંગ કરીશ નહિ. એ બહુ વજન દીધું છે. કુંદકુંદાચાર્યે તો “ભૂલાચારમાં' ત્યાં સુધી કહી દીધું કે એકલા તને ન ગોઠતું હોય, ન ગમતું હોય તો તે લગ્ન કરી લેજે. પણ તું કુસંગ કરીશ નહિ મિથ્યાદૃષ્ટિઓ, તીવ્ર મિથ્યાત્વ થાય એવાના સંગ કરીશ નહિ અથવા ખોટા દેવ-ગુરુશાસ્ત્રને માનતા હોય, સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની વિરાધના કરતા હોય એનો સંગ તું કરીશ નહિ. બીજાનો સંગ કરજે પણ એનો સંગ નહિ કરતો. નહિતર તન અસર આવ્યા વિના રહેશે નહિ. તારી જે એના પ્રત્યેની પ્રીતિ, તારો જે એના પ્રત્યેનો ભાવ એ તને, તારામાં એ દોષને ઉત્પન્ન કરી દેશે. બહુ વજન આપ્યું છે.
અહીંયાં “શ્રીમદ્જી' એ વાત ઉપર ઘણું વજન આપ્યું છે કે જીવને જ્ઞાની ન ઓળખાય એના ત્રણ કારણ અને એ ત્રણ કારણનું એક નિમિત્ત કારણ અસત્સંગ. આ કાર્યું છે. કેમકે “સોભાગભાઈને પણ થોડો સંગ હતો ને ! બહુ વિચાર માંગે છે. ખૂબ જ લીધું છે. સંગ તો એનો કરવો કે જેનો સંગ કરવાથી પોતે પોતાના આત્મા તરફ વધારે આત્માની દિશામાં આગળ વધે એનો જ સંગ કરવો. અને એ સંગ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ગમે તેનો સંગ કરી લેવો એમ ન કરવું. પત્ર કોના ઉપરનો છે તે નથી મળતું.
મુમુક્ષુ :- “સોભાગભાઈ' ઉપરનો જ છે. - પૂજ્ય ભાઈશ્રી :- “સોભાગભાઈ ઉપરનો જ છે ? ટાંક્યું નથી. બધા લગભગ ટાંકી લીધેલા છે. ૪૧૬ છે ને ? ખાલી છે. મારે તો બધા ઢાંકેલા છે. કારણ કે આમાં