________________
૩૧૮
ચજહૃદય ભાગ-૫
પત્રક - ૩૩૭
મુંબઈ, ફાગણ સુદ ૧૧, ગુરુ, ૧૯૪૮ ચિ. ચંદના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયો. જે જે પ્રાણીઓ આ દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ
આપણને પ્રત્યક્ષ અનુભવસિદ્ધ દેખાય છે, તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિષે ચાલતું નથી, એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કર્યો છૂટકો છે. દિલગીરી ન કરતાં ધીરજથી તે દુઃખ સહન કરવું એ જ આપણો ધર્મ છે.
આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસારપ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. પૂર્વ કર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે
સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવે છે. તે લખી જ છે. માયાની રચના ગહન છે.
૩૩૭. એ પત્ર કોના ઉપર છે આમાં લખેલું નથી. નામ નથી લખ્યું. ચિ. ચંદુના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયો. જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવસિદ્ધ દેખાય છે. આમાં કોઈને પૂછવા જાવું પડતું નથી. એક માણસનો જન્મ થાય છે તે માણસ દેહ ત્યાગ અવશ્ય અવશ્ય કરે જ છે. કોઈ શાશ્વત દેહવાળો પ્રાણી જોવામાં આવતો નથી. તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિષે ચાલતું