________________
પત્રાંક—૩૩૭
૩૨૧
થાય. નથી કોઈ સુખ, નથી કોઈ દુઃખનું કારણ. આ તો લોકભાષાએ કહેવાય છે. પૂર્વકર્મને અનુસરીને જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ શાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે.' જે કાંઈ પરિસ્થિતિ ઊભી થાય, આ આત્મા જ્ઞાતા-દષ્ટા છે એનો કોઈ અધિકાર કોઈ પ્રસંગને વિષે છે નહિ અને જો અધિકાર હોય તો કોઈ પોતાની ચીજ છોડવા માંગતું નથી પણ એનો કોઈ અધિકાર નથી. માટે સમાન ભાવથી વેદવું એટલે વિષમભાવ ન કરવા, સમભાવથી વેદવું. એવી જ્ઞાનીની શિખામણ છે એ સાંભરતા અત્રે તમને લખી છે.
ભાયાની રચના ગહન છે.' લ્યો, ઠીક ! માયાની રચના ગહન છે એટલે શું ? કે બુદ્ધિની અંદર આ વાત જીવને સમજમાં આવે છે છતાં પણ જીવ મમત્વ છોડી શકતો નથી એનું કારણ આ કોઈ ગહન વાત છે. એવી છીછરી વાત નથી કે બરાબર છે, માણસ મરી જાય છે. એનું હોત તો કાંઈ રહ્યું ન હોત. ફ્લાણું, ઢીંકણું બધાય એ રીતે સમજી શકે છે, બોલે છે, અરસપરસ એકબીજાને સાંત્વન આપે છે બધું બને છે પણ ખરો પ્રસંગ બને એટલે ઉદયમાં પોતે જોડાય છે ત્યારે એ ઉદયથી ભિન્નતા કરી શકતો નથી. એવો ઉદયમાં એકાકાર થઈ જાય છે, એવો લીન થઈ જાય છે કે એ વખતે બધું ભૂલી જાય છે કે આ ચીજ જ મારી નથી ને ! હું પણ એક વખત આ બધું છોડીને આમ જવાનો છું, એ બધું ભૂલી જાય છે, ડૂબી જાય છે. એ વખતે દુ:ખનો પ્રસંગ હોય તો દુઃખમાં ડૂબી જાય છે, કોઈ અનુકૂળતા હોય તો હરખના રસમાં ડૂબી જાય છે, પ્રતિકૂળતા હોય તો ખેદના રસમાં ડૂબી જાય છે અને બેમાંથી એક તો અવારનવાર થાય જ છે અને બંને પ્રસંગે તે એટલા કર્મ બાંધે છે કે આ સંસારના ચક્કરમાંથી એ છૂટી શકતો નથી. એવું બંધન જીવ પોતાને કર્યે જ જાય છે, કર્યે જ જાય છે.
પ્રશ્ન :- એ વખતે શું સાવધાની રાખવી
સમાધાન ઃ– એ વખતે કેવી રીતે સાવધાની રાખવી ? તો એ ચીજમાં તપાસવું કે મારાપણું કેમ થયું ? જ્યારે મારી સમજણમાં આ વાત ચોખ્ખી છે. જે એ વાત સમજ્યા નથી, વિચારતા નથી એ તો બિચારા શું કરે ? એ તો ડૂબી જ જાય પણ જેને એ વાત વિચારમાં આવી એને એ વખતે પોતાની સમજણને લાગુ કરવી. પ્રયોગ એટલે બીજું કાંઈ નથી, પોતાની સમજણને પ્રસંગ ઉપર લાગુ કરવી, ઉદયમાં લાગુ