________________
પત્રાંક–૩૪૧
- ૩૨૫ પ્રસંગ તો ખેર જુદાં જ છે પણ પ્રસંગ પ્રત્યે જે કાંઈ ઉપયોગ જાય, ઉપયોગ તાં જે કાંઈ રાગાદિ પરિણામ થાય એમાં પણ પોતાની વ્યાપ્તિનો અનુભવ કરતાં નથી. જે પોતાના જ્ઞાનમાં જ પોતાની વ્યાપ્તિનો અનુભવ કરે છે અને સાથે ઉત્પન થતો રાગાંશ પણ ગૌણ કરી જાય છે એટલે એ પ્રકારના પરિણમનમાં સહેજે જ સમાધિ રહે છે અને કોઈ ઉપાધિ ઉત્પન્ન થતી નથી.
“અમને તો ગમે તેમ હો તોપણ સમાધિ જ રાખ્યા કરવાની દઢતા રહે છે. પોતાને જે કાંઈ આપત્તિ,” જો સામાન્ય મનુષ્યની જેમ પ્રસંગના ફેરફારમાં જ્ઞાની પણ તેવા જ રસથી એકત્વભાવે પરિણમે તો પછી જ્ઞાની અને અજ્ઞાનીમાં ફેર શું ? તફાવત શું ? એમાં તો પછી કાંઈ તફાવત રહેતો નથી. એ તો બંને સરખા થઈ ગયા. પોતાને જે કાંઈ આપત્તિ. વિટંબના, મુંઝવણ કે એવું કાંઈ આવી પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઇચ્છા થતી નથી. જેને આપત્તિ કહેવાય, વિટંબના કહેવાય કે મૂંઝવણનું નિમિત્ત કહેવાય, મૂંઝવણ તો જ્ઞાનીને થતી જ નથી, પણ એવું કાંઈ પણ પ્રસંગમાં ઊભું થાય તો એક એનું કારણ કોઈ બીજાને અમે શોધતા નથી, બીજાને ગણતા નથી અથવા એવો વિચાર લંબાતો નથી કે કોના દોષથી આમ થઈ ગયું ? કોણે આ ભૂલ કરી જેથી આવું થયું ? આવી વિટંબના ઊભી થઈ એમાં કોનું કારણ બન્યું ? એમ બીજાનો દોષ જોવાની ઇચ્છા પણ અમને થતી નથી.
સામાન્ય રીતે સંસારની અંદર એક સામાન્ય માનસિક આ પરિસ્થિતિ છે કે કોઈપણ પ્રસંગમાં સફળતા મળે ત્યારે જીવને એવું થયા કરે સહેજે સહેજે કે આમાં આપણા કારણે સફળતા થઈ. એટલે સહેજે ઇચ્છા એ બાજુ લંબાઈ જાય કે મારું કારણ કેવું હતું કે જેને લઈને સફળતા થઈ ? મેં ક્યાં ક્યાં ભાગ ભજવ્યો કે જેને લઈને સફળતા થઈ ? નિષ્ફળતા મળે ત્યારે સહેજે એને ઇચ્છા થાય કે આમાં કોણે ભૂલ કરી છે ? કોનો વાંક છે ? ક્યા કારણથી થયું ? એ શોધવા સીધો જ વિકલ્પ લંબાઈ જાય છે. આવી જે મનુષ્યોચિત સામાન્ય માનસિક સ્થિતિ હોય છે એ સ્થિતિ અમારી નથી, એમ કહે છે. કોઈ એવા પ્રકાર બને છે ત્યારે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઇચ્છા થતી નથી એવો વિચાર જ લંબાતો નથી કે આમાં કોણ કારણ પડ્યું ? ' તેમ પરમાર્થદષ્ટિએ જોતાં તે જીવનો દોષ છે' કોઈનો ઈરાદો હોય, નુકસાન કરવાનો કોઈનો ઇરાદો જ હોય અને પરમાર્થદૃષ્ટિએ જોતાં એનો દોષ હોય, છતાં