________________
પત્રાંક-૩૩૫
૩૧૫ વાસ્તવિક. જેવા જ્ઞાની છે તેવી ઓળખાણ થાય તો એને ખ્યાલ આવે કે આ જ્ઞાની મને શું જરૂર છે એ મારા કરતા વધારે સમજે છે. જ્ઞાની તે છે કે મારી બાબતમાં મારે શું કરવા યોગ્ય છે અને મારે શું કરવા યોગ્ય નથી એની જાણ મારા કરતા. એમને વધારે છે. હવે એ વાતની માગણી મારે કરવાની રહી કે એમને જોવાનું રહ્યું ? એ તો એમને જોવાનો વિષય છે. એ મારે જોવાનો વિષય નથી. એની કાળજી એ કરશે, મારે કરવાની જરૂર નથી. સીધી વાત છે. હું તો કહું એને અનુસરું. આથી મારે બીજું કાંઈ કરવું નથી. મારી ઇચ્છાએ, સ્વચ્છેદે મારે કાંઈ કરવું નથી. એ સીધી વાત છે.
જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઈચ્છે નહીં. એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. આ અમારા અંદરનો અભિપ્રાય છે. એટલે કોઈએ માગણી કરી હશે કે કઈ એવી વાત ચાલી હશે એટલે એનો નિષેધ કર્યો છે.
માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે? શાનીને ઇચ્છે છે એટલે એનો સંગ ઇચ્છે છે. જ્ઞાની કેવા છે એને ઓળખે છે અને ભજે છે. એની આજ્ઞા અનુસાર ચાલવાની જેની વૃત્તિ છે. તે જ તેવો (એટલે જ્ઞાની) થાય છે. તે જ જ્ઞાની થાય છે. જ્ઞાનીની આજ્ઞા બહાર સ્વચ્છેદે જવું છે એ કદી જ્ઞાની થતા નથી. અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છેજુઓ આ ઉત્તમ મુમુક્ષુની વ્યાખ્યા કરી છે. મુમુક્ષુ કયો ઉત્તમ ? ઘણા શાસ્ત્રો વાંચે તે ઉત્તમ ? કોને ઉત્તમ મુમુક્ષુ કહેવો ? કે એકદમ ધ્યાન ને વૈરાગ્ય ને બીજે, ત્રીજે ચડી જાય તે ઉત્તમ મુમુક્ષુ ? કહે છે, નહિ. જ્ઞાનીને ઇચ્છે, જ્ઞાનીને ઓળખે, જ્ઞાનીને ભજે તે જ તેવો થાય છે, તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. આ ઉત્તમ મુમુક્ષુની પરિભાષા કરી. એવી જુદી જુદી વાત છે.
અત્યારે તો કોઈ વક્તા હોય તો કહે, ભાઈ ! બહુ સરસ સમજાવી શકે છે માટે તે ઉત્તમ છે. મુમુક્ષુની ઉત્તમતા એમ નથી. મુમુક્ષુની ઉત્તમતા જ્ઞાનીને અનુસરવામાં છે, એમ કહે છે. એવું ન લીધું કે તમે બહુ સમજો છો માટે ઉત્તમ મુમુક્ષુ, પેલા ભાઈ ઓછું સમજે છે માટે એ ઓછા મુમુક્ષ, એમ ન લીધું. એમ પણ ન લીધું કે આની સમજણ શક્તિ વધારે છે, આનો જ્ઞાનનો ઉઘાડ, બુદ્ધિ ઘણી છે માટે મુમુક્ષુ ઉત્તમ છે એમ નહિ.
ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. ચિત્તની સ્થિતિમાં જો વિશેષપણે લખાશે