________________
304
પત્રાંક-૩૩૫ મહાવ્રત અંગીકાર કર્યું છે કે નહિ ? હવે એ એમ કહે કે તું લગ્ન કરજે. કેવી રીતે કહે ? પણ એને એ દોષ કરતા અસત્સંગનો દોષ બહુ મોટો લાગ્યો છે એમ કહેવું છે. એનાથી નિવૃત્ત થવું સહેલું છે. અસત્સંગથી જે તને શ્રદ્ધાનો દોષ ઉત્પન્ન થશે અને અજ્ઞાન તીવ્ર થશે એ દોષ મટાડવો તને મુશ્કેલ પડી જશે. એટલે એ સત્પરુષ કેમ નથી ઓળખાતા એનો ઉત્તર ૪૧૬ માં આપેલો છે. ૪૧૬ માં બીજો પેરેગ્રાફ વાંચ્યો તમે આવ્યા પહેલાં. હમણા જ યાદ કર્યા. ત્યારે ખ્યાલ નહોતો, અત્યારે ઓચિંતું યાદ આવ્યું. અહીંયાં એક વાત લખી છે.
મુમુક્ષુ - વ્યવહારમાં ભૂલ થાય તો ચારિત્રદોષ છે, અસત્સંગમાં શ્રદ્ધાનો દોષ લાગે.
પૂજ્ય ભાઈશ્રી :- મુખ્યદોષ શ્રદ્ધાનો છે. ચારિત્રનો દોષ છે ખરો ત્યાં પણ મુખ્ય દોષ શ્રદ્ધાનો છે. કેમકે ત્યાં તો ધર્મબુદ્ધિથી પ્રવર્તે છે. દુકાને વેપાર કરે છે એમાં ધર્મબુદ્ધિ થોડી છે ? એમાં તો ખબર છે કે આ પાપના પોટલા બાંધીએ છીએ, આ. કરવા જેવું તો નથી પણ હવે આજીવિકા માટે બીજો ઉપાય નથી એટલે ન છૂટકે કરવું પડે છે. એમ સમજીને કરે છે. જે જીવને ધર્મ પામવાની બુદ્ધિ છે એને વ્યાપારવ્યવસાયની હોંશ અને ઉત્સાહ નથી. એ તો સમજે છે કે મારા પૂર્વકર્મને હિસાબે જે સંયોગોમાં આજીવિકાની પ્રવૃત્તિ કરું છું એ નિરુપાયતાથી કરું છું અને નિરુપાયતાથી કરું છું એમાં શ્રદ્ધા એને એ વાતની છે કે આમાં એકાંતે પાપના પોટલા જ બંધાય છે, આમાં તો પુણ્ય પણ નથી. એટલે ધર્મબુદ્ધિ ક્યાંથી આવશે ? એટલે એને એવો તીવ્રદોષ નથી ત્યાં. બાકી જે સુખનું કારણ માનીને વેપાર-ધંધો કરે છે એને તો તીવ્ર મિથ્યાત થાય જ છે એની તો વાત જ અહીંયાં વિચારવાની નથી. આ મારી અનુકૂળતાનું કારણ છે, મારા સુખનું કારણ છે, પૈસા વધશે તો મને ઘણી અનુકૂળતાઓ અને મારું સુખ વધી જશે, મારી આબરૂ વધી જશે, મારી કિમત સમાજમાં વધી જશે. એનું તો કામ જ નથી. એને તો અહીંયાં કહેતા જ નથી. એની સાથે ચર્ચા પણ નથી. પણ જે ધર્મબુદ્ધિવાન જીવે છે અને વ્યવહાસાય આદિ તો કરવો પડે છે. એ કેમ કરે ? તો એને તો આ ખ્યાલ છે.
મુમુક્ષુ – “સોભાગભાઈએ જ્યાં પ્રશ્ન પૂછ્યો છે ત્યાં આ ઉત્તર ન આપ્યો. પૂજ્ય ભાઈશ્રી - ત્યારે તો એમ કીધું કે મારું ચિત્ત અત્યારે કામ નથી કરતું.