________________
તા. ૪-૧૨-૧૯૮૯, પ્રવચન ન. ૯૭. પત્રક - ૩૩૫, ૩૩૬ અને ૩૩૭
Lyd
શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ, પત્રાંક ૩૩૫, પાનું ૩૨૦. શ્રી સોભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. પત્રનું મથાળું છે. “ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે, નિરુપાયતાનો ઉપાય કાળ છે. પોતાના અંગત પરિણામની વાત કરી છે. પુરુષાર્થનું વીતરાગભાવમાં ઘણું જોર આવે છે. ઉદયમાં ક્યાંય રસ પડતો નથી અથવા તમામ ઉદયના કાર્યો નિસાર લાગે છે. ઉદયમાં ત્યારે જ રસ ન પડે કે જ્યારે એનું નિઃસારપણું, અનિત્યપણું, એનું અરક્ષણપણું, એનું ભિનપણું એ વગેરે ભાવો એક સાથે એની અંદર જણાય છે. ક્રમે નહિ, કહેવામાં ક્રમ પડે છે. એકસાથે જ એવા ઉદયના કાર્યો જણાય છે કે એનું નકામાપણું જણાય છે. પોતાને કાંઈપણ એ સુખનું કારણ નથી એવું સ્પષ્ટ જ્ઞાનમાં જ્યારે લાગે છે ત્યારે આત્મા ઉદાસીન થઈ જાય છે.
નિરુપાયતાનો ઉપાય કાળ છે છતાં પણ કેટલીક પ્રવૃત્તિ નીરસ પરિણામથી કરવી પડે છે એનું કારણ કેટલીક સંયોગની નિરુપાયતા છે, પોતાનો ઉપાય નથી એવી પરિસ્થિતિ છે પણ કાળે કરીને એ પરિસ્થિતિનો પણ અંત આવે છે. કોઈ પરિસ્થિતિ શાશ્વત હોતી નથી. ચાહે સંયોગની હો, વિયોગની હો, અનુકૂળતાની હો કે પ્રતિકૂળતાની હો, કોઈ પરિસ્થિતિ શાશ્વત તો હોતી જ નથી. એટલે દરેક પરિસ્થિતિ કાળે કરીને ફરી જાય છે. એટલે નિરૂપાયતાનો ઉપાય તો કાળ છે. પરિસ્થિતિ બદલવાની જ છે. એ વિષયમાં “સોભાગભાઈને પણ સમાધાન રહે એવું છે કે નિરુપાયતાનો ઉપાય કાળ છે. જ્યારે તમારી સંયોગની પરિસ્થિતિ પણ તમે બદલી શકતા નથી, તો નિરુપાયતાનો ઉપાય કાળ છે.
પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ, સમજવા વિષેની જે વિગત લખી છે, તે ખરી છે. એ વાતો...' આ પત્ર થોડો ચાલી ગયો છે, ફરીને લઈએ છીએ..
પ્રશ્ન :- કાળ એટલે સમય ?