________________
૩૦૦
રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :- ચાલવાવાળો સર્વસ્વ માને છે. પુરુષો જગતમાં ત્રણે કાળે વિદ્યમાન છે. જેમ ધર્માસ્તિકાય ત્રણે કાળે વિદ્યમાન છે તેમ એ નિમિત્તો પણ ત્રણે કાળે વિદ્યમાન છે. પણ એક માર્ગની સુંદરતા છે કે જ્યારે જે જીવને એવું બાહ્ય અવલંબન પણ હાથમાં આવે છે ત્યારે એને એ બાજુનો ઉપકાર છે એ ઉપકારની મર્યાદા નથી રહેતી. ઉપકારભાવની પણ મર્યાદા નથી રહેતી. એટલી વિશેષ સુંદરતા અને સજ્જનતા છે.
માણસ અતિ સજ્જન હોય તો નથી કહેતા કે ભાઈ ! કોઈ પાણી પાયને તો પણ એનો ઉપકાર ન ભુલાય. શું કહે ? અતિ સજ્જનતા હોય એ શું કહે ? એક પાણીનો પ્યાલો કોઈએ પીવડાવ્યો હોયને તો એનો ઉપકાર ન ભૂલવો જોઈએ. આ સજ્જનતા, અતિ સર્જાતા હોય તો અહીં સુધી માણસ બોલે છે કે નહિ ? તો જેને જન્મ-મરણથી છૂટવાનું નિમિત્તે પડ્યું હોય એની સજ્જનતાનો આંક કેટલો ? એ સજ્જનતા ત્યાં ઉત્પન્ન થાય છે. એટલે એ પ્રકાર આવે છે.
વસ્તુસ્થિતિ તો સિદ્ધાંત અનુસાર જે છે તે છે છતાં યથાર્થતામાં આમ છે. લીધુંને સિદ્ધાંતિક જ્ઞાન અને યથાર્થબોધ અતિ અતિ સૂક્ષ્મ છે, એમ ન લીધું? તો સિદ્ધાંતજ્ઞાન તો એમ કહે છે કે ગુરુ શિષ્યનું ભલું ન કરી શકે. શું કહે છે ? સિદ્ધાંતજ્ઞાન શું કહે છે ? સિદ્ધાંતજ્ઞાન એમ કહે છે કે ગુરુ શિષ્યનું ભલું ન કરી શકે. છતાં શિષ્ય એમ કહે છે કે પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર' આ જ્ઞાન સૂક્ષ્મ છે. આ પ્રકાર ઉત્પન્ન થાય છે એ સૂક્ષ્મ છે કે આમ કેમ? વસ્તુસ્થિતિ આમ અને પરિણામ આમ? કહે હા ! આ બરાબર. હવે એને બરાબર જ્ઞાન થયું.
જેટલી વીતરાગતા વિશેષ એટલી ભક્તિ વિશેષ. “સોગાનીજી'નો પત્ર લ્યો. દૃષ્ટિનું જોર એટલું. દૃષ્ટિનું જોર એટલું અને ભક્તિ પાછી એટલી. એકસાથે જ રહે છે. નિયમસાર’ લ્યો. બીજો પુરાવો. “પદ્મપ્રભમલ્લધારીદેવ’ નું જોર કેટલું ? ક્ષાવિકભાવ પર હતું પરમાવું રે તિ’ એટલું જોર ! એક સમયની પૂર્ણ પર્યાયને હેય (કહી છે) . અને જિનેન્દ્રની ભક્તિની વાત આવે તો ઓહો.હો.. કેટલા નમી પડે છે અને કેટલાં ઢળી પડે છે ! એ કુદરતી વસ્તુ છે. એ જ્ઞાન અતિ સૂક્ષ્મ છે. એનું નામ એ વિષે બોધ છે. એ ઘણા મંથનનો અને ઘણા ઊંડા વિચારનો વિષય છે. છીછરા વિચારમાં ન સમજાય એવો વિષય છે.