________________
રાજહૃદય ભાગ-૫
૩૩૫. ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. નિરુપાયાનો ઉપાય કાળ છે.' મથાળું બાંધ્યું છે. આ પણ એ જ દિવસે લખેલો, ફાગણ સુદ ૧૦ને બુધવાર, આ પણ ફાગણ સુદ ૧૦ને બુધવાર. એક જ દિવસે બે પત્રો લખ્યા છે. પત્રોની મીતી એક જ છે.
૨૯૮
મુમુક્ષુ :– એક દિવસે બે કાગળ લખ્યા છે.
પૂજ્ય ભાઈશ્રી :- એક દિવસના બે પત્રો છે.
ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે.’ એ તો ૩૩૪માં પહેલાં પત્રમાં લખી ચૂક્યા છે. જે નિરુપાય પરિસ્થિતિ છે, સહજ પરિસ્થિતિ છે એનો ઉપાય કાળે કરીને થાય એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ તો દરેક કાર્યમાં એમ જ છે કે કાળ માટે જ રાહ (જોવાની હોય). જેને ઉપાય ન હોય એ કાર્ય માટે એના કાળની રાહ જોવા સિવાય બીજો કોઈ એની અંદર વિકલ્પ હોતો નથી.
પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ, સમજવા વિષેની જે વિગત લખી છે, તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી, ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિતિ પણ થવી કઠણ લાગે છે.' સમજવા વિષેની જે વાત લખી છે તે ખરી છે એટલે સમજણ તો મુખ્ય વિષય છે. આ માર્ગની અંદર સમજણ તો મુખ્ય વિષય છે અને જ્યાં સુધી આ બધી વાતો સમજવામાં ન આવે ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ છે. એટલે જ્ઞાનનું જે મૂલ્યાંકન છે, સમજણ ઉપર જ પુરુષાર્થનો આધાર છે, સમજણ ઉપર જ ભાવનાનો આધાર છે. ભાવના અને સમજણને ઉત્પન્ન કરનાર જ્ઞાન જ છે. ભાવના અને પુરુષાર્થને ઉત્પન્ન કરનાર સમજણ અથવા શાન જ છે. અથવા પરથી ઉદાસીન થવું અને સ્વરૂપ પ્રત્યે આકર્ષિત થવું એ પણ સમજણનું જ ફળ છે, બીજું કાંઈ નથી. ભવિષ્યનો પુરુષાર્થ સમજણમાં ગર્ભિત રહેલો છે, આવે છે ‘સોગાનીજી’ના પત્રમાં. એટલે યથાર્થ સમજણ વિના ઉદાસીનતા પણ આવવી મુશ્કેલ છે. કઠણ છે એટલે મુશ્કેલ છે.
હવે ‘સોભાગભાઈ'એ એમને પ્રશ્ન પૂછ્યો છે એટલે અવતરણ ચિહ્ન લીધું છે. કે સત્પુરુષ કેમ નથી ઓળખવામાં આવતા ?” ઓઘસંશા કેમ જતી નથી ? સત્પુરુષને સત્પુરુષ માને પણ ઓળખી ન શકે. એ વગેરે પ્રશ્નો ઉત્તરસહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે;...' તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન અને ઉત્તર બંને લખી મોકલવાનો