________________
પત્રક૩૩પ
૨૯૯ વિચાર તો થાય છે પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી...” એ વિષય ઉપર “સોભાગભાઈ નો ઉત્તર આવી ગયો પણ “સોભાગભાઈ એ પાછી એ વાતને છોડી નથી, લંબાવી છે કે આપે ભલે પ્રશ્ન પૂછ્યો, મેં ઉત્તર લખ્યો, આપને એ (ઉત્તર) ઠીક લાગ્યો પણ આપ શું કહો છો? પોતે એ વાતને વધારે સ્પષ્ટતા માગી છે. તો કહે છે, લખવાનો વિચાર તો થાય છે પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી. ઉપયોગ લાગતો નથી.
અને તે વળી અલ્પકાળ રહે છે. એટલે ધારેલું લખી શકાતું નથી.' થોડો વિકલ્પ આવે છે વળી પાછો વિચાર વૃત્તિ બદલાઈ જાય છે. વળી ક્યારેક વિચાર આવે છે પાછી વૃત્તિ બદલાઈ જાય છે. એટલે ધારેલું લખી શકાતું નથી. “આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે. કોઈપણ બાહ્ય પ્રવૃત્તિ કરતા એકદમ ઉદાસીનતા આવી જાય છે. આ એક વિશેષતા છે એમના જ્ઞાનની, એમના પુરુષાર્થની, એમની દશાની એક વિશેષતા છે. કેમકે સામા જીવને પણ પોતે તો ધમસ્તિકાયવતુ ઉદાસીન કારણ છે. કેમકે એ જીવ ઉન્નતિના ક્રમમાં આવે છે ત્યારે એની ગતિને સહાયક થાય છે. બાકી જે સંસારમાં ખેંચીને પડ્યો છે એને કાંઈ પોતે ફેરવી દે એવું એમનું જ્ઞાન જરાપણ કામ કરતું નથી, એમ બનતું પણ નથી. એ તો એ વિષયમાં સ્પષ્ટ જ્ઞાન ચોખું છે. જે જીવ ઉપર આવવા તૈયાર થઈ ગયો અને ધર્માસ્તિકાયવત્ નિમિત્ત થાય છે. ગતિ જેની શરૂ થઈ એને ધર્માસ્તિકાય નિમિત્ત છે. એ નામ પણ કુદરતી એવા આવ્યા છે.
જૈનશાસનમાં એ બે દ્રવ્યોના નામ ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય આવ્યા. જેને રોકાઈ જવું છે એને અધર્માસ્તિકાય નિમિત્ત છે. જગતમાં રોકાવાના કારણો ઘણા છે પણ જીવને કોઈ કારણો રોકતા નથી. એ તો જે સ્વયં રોકાય છે એને અધમસ્તિકાય નિમિત્ત પડે છે અને જે સ્વયં ગતિમાન થાય છે અને ધર્માસ્તિકાય નિમિત્ત પડે છે, એમ વાત છે. એટલે જાણે છે કે પ્રવૃત્તિ કરવાનો કોઈ અર્થ નથી. દરેક જીવો એની ગતિમાં ચાલે છે. પરિણામની એની જે કુદરતી ગતિ છે એની યોગ્યતાની એમાં ચાલે છે. પોતે કાંઈ કરી શકે એમ નથી. કાગળ લખવા બેસે અને વૃત્તિ ફરી જાય છે. શું લખું ? હું કાંઈ કરી શકું એ પ્રશ્ન નથી.
મુમુક્ષુ - ચાલવાવાળો સર્વસ્વ ...