________________
પત્રાંક–૩૩૫
૩૦૧ આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે. થોડા નહિ. ઘણા અત્યંત ઉદાસ પરિણામ ભજ્યા કરે છે. પછી લખવાની વૃત્તિ નથી આવી પણ એક અડધો લખેલો કાગળ રહી ગયો છે એ થોડો મોકલવા જેવો લાગે છે એટલે ઉમેરી દે છે.
એક અર્ધ-જિજ્ઞાસ્ય-વૃત્તિવાળા પુરુષને એક પત્ર લખી મોકલવા માટે આઠેક દિવસ પહેલાં લખ્યું હતું. જુઓ ! અહીંયાં સ્થિતિ કેવી છે ! પાછળથી અમુક કારણથી ચિત્ત અટકતાં તે પત્ર પડતર રહેવા દીધું હતું. એ પત્ર નહોતો મોકલ્યો. જે વાંચવા માટે આપને બીડી આપ્યું છે.' એ પત્ર તમને વંચાવા જેવો યોગ્ય લાગ્યો છે એટલે તમારા માટે મોકલી દઈએ છીએ. એમ કરીને એ પત્ર એમને મોકલી) ધે છે. પછી બીજી વાત થોડી લખી છે એ પણ ધ્યાનને હિસાબે કોઈ બીજા માર્ગે ન ચડે એ માટે લખી છે. (અહીં સુધી રાખીએ).
એક આત્માર્થ સિવાઈ જેને બીજું કાંઈ પ્રયોજન નથી, અને તે અર્થે જેણે જગતને પીઠ દીધી છે, તેમજ તે આત્માર્થ જેણે સાધી માત્ર પ્રારબ્ધવશાત્ જેને દેહાદિ છે, - એવા જ્ઞાની પુરુષ, મુમુક્ષજીવને ફક્ત આત્માર્થની જ પ્રેરણા આપે છે, અથવા આત્માર્થ સધાય તેવું જ માર્ગદર્શન આપે છે – એવી પ્રતીતિપૂર્વક મુમુક્ષજીવ, પોતે માર્ગથી અજાણ હોવાનું સમજી, પોતાની કલ્પનાથી સાધન કરવાની બુદ્ધિ છોડી દઈને, જ્ઞાનીપુરુષની આજ્ઞામાં જ વર્તે, તો તે આજ્ઞા જીવને ભવભ્રમણ થવામાં આડી આવી, નિશ્રેયસ પદની પ્રાપ્તિ કરાવે છે અર્થાત્ તેને સર્વ પ્રકારે વિરાધના થતાં બચાવી લે છે; અને અપૂર્વપદનું જ્ઞાનદાન આપે છે. નમસ્કાર હો તેવા જ્ઞાની પ્રભુને, ત્રિકાળ નમસ્કાર હો !!!
(અનુભવ સંજીવની-૬ ૧૭)