________________
૩૦૪
રાજહૃદય ભાગ-૫ છે એટલે. એ વગેરે એટલે બીજા પણ કોઈ બે-ત્રણ પ્રશ્નો સાથે છે એ. ઉત્તરસહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે; પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી.” એમાં પણ ઉદાસીનતા આવે છે. સામાન્ય રીતે જ્ઞાનીને કોઈ જિજ્ઞાસુ જીવ હોય તો જરૂર સમજાવવાનો ભાવ આવે છે પણ એ પણ ક્યારે? કે ઉપયોગ બહારમાં હોય ત્યારે. પણ ઉપયોગ અંતર્મુખ જવામાં જોર કરતો હોય ત્યારે જેને વ્યવહારના પરિણામ કહીએ છીએ એ વ્યવહારના પરિણામમાં પણ જરાય ઉત્સુક્તા આવતી નથી. કોઈ વ્યવહારના પરિણામમાં ઉત્સુક્તા ન આવે પછી. એટલું અંદરનું સમ્યફ પરિણમનનું, અંતર્મુખ પરિણમનનું જોર છે. એટલે તમારા પ્રશ્નો લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી. અને તે વળી અલ્પકાળ રહે છે... થોડો કાળ રહે છે. લંબાતો નથી. એ ઉપયોગ બહાર જાય છે તોપણ લંબાતો નથી. એટલે ધારેલું લખી શકાતું નથી.' આ વિષયમાં પણ ધાર્યું નથી લખાતું.
. પ્રશ્ન :- લખવામાં ચિત્ત રહેતું નથી એ શબ્દ લખાય પણ જેવું જોઈએ તેવું લગાડાય ?
સમાધાન :- હા, એટલે થોડુંક તો જાય છે. એમ કહે છે ને અલ્પકાળ તો રહે છે. પણ આખું સાંગોપાંગ સરખી રીતે ઉપયોગ દઈને તમને To the point તમને કામમાં આવે એવો ઉત્તર લખીએ એટલો ઉપયોગ પરોવવો પડે, એટલો ઉપયોગ પરોવી શકતા નથી એ કામની અંદર. એટલે જેટલું જોઈએ એવું ચિત્ત નથી રહેતું. એમ છે. એ આગળ લખી ગયા ને ? આગળના પત્રમાં એ વાત કરી. ૩૩૪માં બીજો પેરેગ્રાફ છે. તેમ થવાથી ઘણો કાળ પ્રપંચને વિષે રહેવું પડે છે, અને તેમાં તો અત્યંત ઉદસ પરિણામ થઈ ગયેલ હોવાથી...' પ્રપંચ એટલે સંસારના કાર્યો એમાં “અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી. વ્યવસાયિક કાર્યોમાં તો જરાય ચિત્ત ટકી શકતું નથી. એકદમ ત્યાંથી પાછું વળી જાય છે. ક્ષણવાર પણ ટકી શકતું નથી. જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. આવી સ્થિતિમાં આવેલા જ્ઞાનીઓને સર્વસંગપરિત્યાગ કરવાનો સહજ પુરુષાર્થ ચાલે છે અને એ રીતે એ વિચરે છે. એ પરિસ્થિતિ એમણે ફાગણ સુદ ૧૦ ના પત્રમાં લખી છે. આ એ જ મિતિનો બીજો પત્ર છે એટલે એમાં એ વાત ફરીને આવી છે.