________________
૨૯૬
રાજહૃદય ભાગ-૫ એ તો એ માર્ગથી જે લોકો અજાણ્યા છે અને એ બધું નવું લાગે છે કે આમ કેમ બને ? બાકી એ માર્ગે ચડ્યા છે એને બધું સમજાય છે.
હાલ ત્યાં કંઈ વાંચવાનું વિચારવાનું ચાલે છે કે શી રીતે, તે કંઈ પ્રસંગોપાત્તા લખશો. એટલે બહારમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ કેવી રીતે ચાલે છે એના કોઈ પ્રસંગવાત હોય તો લખશો. ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઇચ્છાને અનુસરતો કરીએ,... કોઈ આગળ પાછળ વાત થઈ હશે કે તમે આટલું મૂકી દ્યો, છેવટ કાંઈ નહિ તો આટલું મૂકી દ્યો એમ. એવી કોઈ વાત ચાલી હશે. તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી.' ઉદયનું દબાણ એટલું છે કે તમે લખ્યું છે ક્યારેક એટલું પણ અત્યારે તમારી ઈચ્છા પ્રમાણે પણ બનવું સંભવિત દેખાતું નથી. | ‘અભિન બોધમયના પ્રણામ પહોંચે. અમારે જે સ્વરૂપ છે, બોધસ્વરૂપ એવો જે આત્મા એમાં તન્મયતા વર્તે છે, એવું અભિનપણું વર્તે છે. એવા અભિન બોધમય એના પ્રણામ છે. નામ નથી લખતા પોતાનું. આ પત્ર છે એ એકદમ એમની વીતરાગતાના પુરુષાર્થની દશાનો પ્રદર્શક છે.