________________
પત્રાંક૩૩૪
૨૯૫
મુમુક્ષુ :- સંભવિત છે એમ લીધું.
પૂજ્ય ભાઈશ્રી :- હા, અને તેમ થવું સંભવિત છે. અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે એટલે શું છે કે બીજી રીતે નહિ થાય કાંઈ. ઉદાસીનતા બીજી રીતે પૂરી નહિ થાય. આગળ પૂરા વીતરાગ થઈ જશું એમ થવું સંભવિત દેખાય છે. એટલે પોતાને પોતાની પૂર્ણ દશા ઘણી નજીક દેખાય છે. અને એ નજીક દેખાવાના બે ચિહ્નો છે–એક પોતાના પુરુષાર્થનો ઉછાળો–જોર અને બીજી બાજુ જ્ઞાનમાં એનું નજીકપણું ભાસતું, દેખાવું. એ બન્ને વાત એનો પુરાવો છે. એટલે જરૂ૨ એમ જ છે.’ એમ લખે છે. એમાં કાંઈ ફેર પડે એવું લાગતું નથી.
પ્રશ્નોના ઉત્તર ઘણું કરીને લખવાનું બની શકશે નહીં...' આ પરિસ્થિતિમાં તમારા પ્રશ્નોના ઉત્તરો લખીએ એટલો ઉપયોગ જ અમારો ચાલે એવું નથી. ઉપયોગ એટલો આત્મામાં જાય છે કે તમારા કોઈના પ્રશ્નોના ઉત્તર લખી શકીએ એવી ચિત્તસ્થિતિ (નથી). ‘કારણ કે ચિત્તસ્થિતિ જણાવી તેવી વર્ત્યા કરે છે.' ક્ષણવાર પણ ઉપયોગ ટકતો નથી એમ કહે છે. કોઈ કાર્યમાં ઉપયોગ ટકતો નથી એટલે તરત છૂટી જાય છે. રસ નથી. ઉદાસીનતા એટલી છે. લાળ તો ત્યારે લંબાય છે કે જ્યારે રસ હોય છે ત્યારે.
મુમુક્ષુ જીવને આવી વાતોમાં વિચારવા યોગ્ય વાત એટલી જ છે કે જે વાતમાં કાંઈ માલ ન હોય, જે વાતની કાંઈ કિંમત ન હોય એવી સાધારણ સાધારણ વાતોના વિકલ્પો, પ્રસંગોના વિકલ્પો પણ આવ્યા જ કરતા હોય, વગર નોતરે, તો અહીંયાં તો કહે છે કે મહત્ત્વના કાર્યો છે એમાં ઉપયોગ ટકતો નથી. સામે આવીને, માથે આવીને કામ પડે છે એમાં ઉપયોગ ટકતો નથી. આ તો હાથે કરીને લેવા-દેવા વગરનો અંદર ઘૂસે. અથવા તો જેનું કોઈ મૂલ્ય નથી એવા વિકલ્પો આવીને ચાલ્યા જાય, એવા વિકલ્પો આવીને ચાલ્યા જાય. કેમ એમ થાય છે ? કે એને જે આત્મરસ આવવો જોઈએ એવો આત્મરસ હજી ઉત્પન્ન થતો નથી. એટલે કાંઈ ને કાંઈ કર્મના ઉદય પ્રમાણે જોડાવાનું બન્યા વગર રહેતું નથી. અંદ૨માં જ તે પ્રકારનો ઉદય હોય છે. જોડાણ થઈ જાય છે.
મુમુક્ષુ :– આવા ભણકારા વાગે છે...
પૂજ્ય ભાઈશ્રી :– હા, કાંઈ નવું નથી. કાંઈ બિલકુલ નવું નથી એની અંદર.