________________
પત્રાંક-૩૩૪
૨૯૩ દશા, કેવળજ્ઞાન દશા થાય) એવો અખંડ ઉપયોગ થઈ જાય એકવાર, ઉપયોગ પાછો જ ન ફરે. એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે.” આ એમનું જોર છે. “એમ જ છે અને જરૂર એમ જ છે. એમાં કોઈ અમને શંકા પડતી નથી.
મુમુક્ષુ :- દેહ છતાં જેની દશા, કહે છે ને ઈ. - પૂજ્ય ભાઈશ્રી - હા, દેહાતીત દશા છે, દેહાતીત દશા છે. એ વિદેહી દશા કહો કે દેહાતીત દશા કહો બને એક જ છે, શબ્દભેદ છે.
મુમુક્ષુ :- વીતરાગ શબ્દ સાથે પૂર્ણ શબ્દ લગાડ્યો છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, પૂર્ણ થવાનું બહુ જોર છે. અત્યારે જ આ જ ભવમાં પૂર્ણ થઈ જવું છે એવો અંદરથી આત્મા જોર કરે છે..
પ્રશ્ન :- વીતરાગ સાથે પૂર્ણ ?
સમાધાન :- હા, પૂર્ણ વીતરાગ દશા, અરિહંત દશા, પૂર્ણ દશા એટલે પૂર્ણ વીતરાગ. અરિહંત દશામાં પૂર્ણ વીતરાગતા જ છે ને. યથાખ્યાત ચારિત્ર બારમે આવી
જાય.
મુમુક્ષુ :- દેહ છતાં વર્તે દેહાતીતમાં જ્ઞાની શબ્દ જ આવે છે ને !
પૂજ્ય ભાઈશ્રી :- હા, આવે જ છે ને, આવે જ છે. તે જ્ઞાનીના ચરણમાં જ્ઞાની શબ્દ જ વાપર્યો છે, મુનિ શબ્દ ક્યાં વાપર્યો છે ? જ્ઞાની શબ્દ વાપર્યો છે. પોતે અગણિત વંદન કર્યા છે. પેલા લોકો ના પાડે છે પણ આ પોતે અગણિત વંદન કર્યા છે. હું જ્ઞાની થઈને એને પાર વગરના વંદન કરું છું. અગણિત એટલે ન ગણાય એવા, ગણના બહારના. એવા પાર વગરના હું વંદન કરું છું. પોતે જ્ઞાની થઈને જ્ઞાનીને વંદન કરે છે. એ દેહાતીત દશા છે એનું એની અંદર બહુમાન છે. | મુમુક્ષુ :- બધા-મુનિ, અરિહંત, સપુરુષ–આવી જ જાય છે એમાં.
પૂજ્ય ભાઈશ્રી :- મુનિ અને અરિહંત તો આપોઆપ જ આવી જાય છે. પ્રશ્ન જ નથી એના માટે તો.
પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. આ પૂર્ણ વીતરાગ થવાની જે ભાવના છે એ આ પત્રમાં બહાર આવી છે અને પોતે એ ભાવના એટલે માત્ર વિકલ્પ નથી પણ પુરુષાર્થ સહિતનું જે પરિણમન એને ભાવના કહે છે.