________________
૨૯૨
ચજહૃદય ભાગ-૫
દે છે, સર્વસંગપરિત્યાગ કરી દે છે, મુનિદશા અંગીકાર કરી લે છે. આવું જોર જ્યારે આત્માને અંદરથી થાય અને ઉદયના કાર્યોમાં ક્ષણ પણ ઉપયોગ ટકવા માગે નહિ ત્યારે જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગનો નિર્ણય લઈ લે છે અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો કોઈ પ્રતિબંધ ન રહે એવા અપ્રતિબદ્ધભાવે પછી વિચરે છે.
(“સર્વસંગ' શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે, અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ...અને એવા બધા જ સંગને સર્વસંગમાં અમે નાખીએ છીએ. પછી એની અંદર કોઈ જ્ઞાની શાસ્ત્રની રચના કરે છે, કોઈ ઉપદેશ દે છે એવું બને છે. અને એવો લોકોનો સંગ પણ થાય છે. પણ જેમાં અખંડપણે આત્મધ્યાન ને બોધ અખંડપણે ન રહે એવા સંગને, એવા બધા જ સંગને અહીંયાં સર્વસંગ કરીને ત્યાગ કરવાની વાત છે. એટલે સર્વસંગ પરિત્યાગમાં એટલો અર્થ લઈ લેવો.
આ અમે ટૂંકામાં લખ્યું છે, એ આ સ્થિતિ બતાવે છે કે જો આયુષ્ય લાંબુ હોત તો કદાચ મુનિદશામાં એમણે પ્રવેશ કર્યો હોત. એ અહીંથી નીકળે છે. આ અમે ટૂંકામાં લખ્યું છે, અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભજ્યા કરીએ છીએ. જે સંક્ષેપમાં લખ્યું અને અંતર-બાહ્ય અહીંયાં ભજીએ છીએ. એ જ દશાને ભજ્યા કરીએ છીએ.
હવે બીજા પેરેગ્રાફમાં આજ ભવમાં પૂર્ણ થયું છે એનું જોર બતાવે છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. અનુભવ છે એમ કહે છે. એટલે અમારું અનુભવજ્ઞાન એમ પોકારે છે, અંદરથી જોર કરે છે કે દેહ હોય તોપણ પૂર્ણ વીતરાગદશા થઈ શકે. કેમકે “સોભાગભાઈ તો સદેહે મુક્તિ, નિરંજન નિરાકાર અને દેહ વગરની મુક્તિમાં બહુ હજી એટલા બધા તૈયાર નહિ હોય. નહિતર તો અરિહંત દશા સ્પષ્ટ છે કે સદેહે મુક્તિ હોય છે. તો કહે અમારું અનુભવજ્ઞાન એમ કહે છે કે દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે છે.
કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ. આ જોર કરે છે. આ દેહે અમે પૂર્ણ વિતરાગ થઈએ એવું અમને લાગ્યા કરે છે. એવું એમને જોર આવે છે. કારણ કે અમે નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ. એમ અમારો આત્મા અખંડપણે કહે છેજોર કરે છે, અંદરથી આત્મા પોકારે છે કે પૂર્ણ વીતરાગતા થઈ જાય. સ્વરૂપ આશ્રયના પરિણામ એવા જોરવાળા વર્તે છે કે દેહ છતાં પણ પૂર્ણ