________________
પત્રાંક–૩૩૪
૨૯૧ વધે છે. જેને આપણે કહીએ ને કે ભાઈ ! અત્યારે બહુ ધંધાની અંદર કામ વધી ગયું છે. એમ એક બાજુ કામનું દબાણ વધે છે. બીજી બાજુ પોતાની દશા ઉગ્ર થાય છે એમ સામે સામી વિપરીત પરિસ્થિતિ જોર પકડે છે. ત્યારે એમની પરિસ્થિતિ થોડી સાંકડી થાય છે, નાજુક થઈ જાય છે. એનું વર્ણન એમના આ દિવસોના પત્રોમાં આવ્યું છે.
ઉપાધિપ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે. બીજે કામમાં જોડાવું પડે છે એટલી ઉપયોગમાં ગૌણતા છે હોં, અભિપ્રાયમાં નહિ, પરિણતિમાં નહિ, પણ ઉપયોગ જે જવો જોઈએ એમાં ગૌણ થઈ જાય છે. તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે. પ્રપંચ એટલે આ વ્યવસાય. ઘણો કાળ પ્રપંચને વિષે રહેવું પડે છે. આ ૨૫ વર્ષે લખે છે. ૭પમાં વર્ષે નથી લખતા. જીવનની સંધ્યા કે ઉતરાર્ધનો કાળ નથી આ. આ તો ધંધાનો પ્રારંભનો કાળ છે ૨૫મા વર્ષનો. એમ લખે છે કે, “ઘણો કાળ પ્રપંચને વિષે રહેવું પડે છે અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી...'
પ્રશ્ન :- પ્રપંચ એટલે ?
સમાધાન :- પ્રપંચ એટલે વ્યવસાય, આ બાહ્ય કાર્યો. વિસ્તારવાળું જે બાહ્ય કાર્ય હોય એને પ્રપંચ કહે છે. પ્રપંચ એટલે કાવા-દાવા નહિ. અહીંયાં રૂઢિ અર્થ નહિ લેવો. એ વાત નથી અહીંયાં. પ્રપંચ એટલે કામનો વિસ્તાર ઘણો હોય. તો એને પ્રપંચ કહે છે. નથી આવતું ? “પંચાસ્તિકાયમાં. નવ તત્ત્વ પ્રપંચ વર્ણન. તો નવ તત્ત્વનો પ્રપંચ એટલે પેલો પ્રપંચ નહિ – પાપના પરિણામ નહિ. પ્રપંચ એટલે પાપ કોઈ કરે, છૂપું પાપ કરે એ પ્રપંચની વાત નથી અહીયાં. રૂઢિગત અર્થ નથી. શાસ્ત્રીય પરિભાષા છે.
“અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી.” એ કાર્યોને વિષે અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી,...” અવ્યવસ્થા થવાનું કારણ એ છે કે ક્ષણે ક્ષણે ચિત્ત હટી જાય છે ત્યાંથી. એક બાજુ કામનું દબાણ છે, બીજી બાજુ ચિત્ત ફરી જાય છે, ત્યાંથી ઉપયોગ ફરી જાય છે. ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી. જેથી શાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જ્ઞાનીઓ સંસારને છોડી