________________
પત્રાંક-૩૩૪
૨૮૯ જે દશા છે એનો બહુ થોડા શબ્દોમાં સંકેત છે.
ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન...” બને. એક બાજુ ઉપાધિ, ઘણી સાધારણ સ્થિતિ. જો કંઈક સારી આર્થિક સ્થિતિ હોત તો તો કુટુંબને એમ જ મૂકી દીધું હોત કે ભાઈ ! તમારે કોઈ તકલીફ નથી. મને પ્રવૃત્તિમાં શું કરવા નાખો છો ? પોતાને આર્થિક આજીવિકા માટેની પ્રવૃત્તિ કરવી પડે, એ તો જો વ્યવસ્થા હોય તો વધારે લોભથી જ્ઞાની કરતા નથી કે હજું ઘણું મેળવવું છે, હજું ઘણું મેળવવું છે, હજી થોડું મેળવવું છે. પણ પોતાને યાચના કરવાની પરિસ્થિતિમાં પણ ન આવવું પડે અથવા પોતાનો બોજો બીજાને માથે ન આવી પડે એ પણ એને એક લાગણી હોય છે અને તેથી પોતાના રાગ અનુસાર એ પ્રવૃત્તિમાં પડે ત્યારે એ માર્ગમાં વીતરાગતાનું જોર ઊભું થાય, ત્યારે પરસ્પર વિરુદ્ધ પરિણામોનું એક દ્રઢ મોક્ષમાર્ગમાં પણ ઊભું થાય છે.
એટલે એવી ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન...” ઉદાસીન એમ નહિ પણ “અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. કેમકે મોક્ષમાર્ગની અંદર એ સંખ્યા હંમેશાં થોડી હોય છે. ભૂતકાળના અનેક જ્ઞાનીઓ થઈ ગયા એની ખબર પડે છે. ઘણા જ્ઞાની થઈ ગયા ત્યારે પોતાની હયાતી જ્ઞાનદશામાં નહોતી કે એ બધાનું એ વખતે માપ કાઢી લીધું હોય. પણ અત્યારે ખબર પડી જાય છે. કે જ્ઞાનીઓ તો ઘણા થાય છે પણ આવી ઉગ્ર સ્થિતિવાળા જ્ઞાનીઓ હંમેશાં મોક્ષમાર્ગની અંદર અલ્પ હોય છે અથવા તીવ્ર પુરુષાર્થી અને મંદ પુરુષાર્થી, મોક્ષમાર્ગી આત્માઓમાં તીવ્ર પુરુષાર્થી અને મંદ પુરુષાર્થી, એમાં મંદ પુરુષાર્થીની સંખ્યા વધારે, તીવ્ર પુરુષાર્થીની સંખ્યા અલ્પ હોય છે. એ તો હંમેશાં ઊંચી વસ્તુ જગતની અંદર અલભ્ય માત્રામાં જ મળે છે. હીરા કરતાં સોનું વધારે મળે છે અને સોના કરતા લોઢું વધારે મળે છે. લોઢા જેટલું સોનું મળે નહિ અને સોના જેટલા હીરા મળે નહિ. એ તો સીધી "વાત છે.
મુમુક્ષુ :- “સોગાનીજીની સ્થિતિ .
પૂજ્ય ભાઈશ્રી :- હા, એમની સ્થિતિ એવી હતી. એ તો બોલ્યા હતા એકવાર. એમની ચર્ચામાં એક વિશેષતા હતી કે કોઈ ફાલતું વાત, કોઈની વ્યક્તિગત વાત, કોઈ સામાજિક વાત એ તો ચાલે જ નહિ, એ ચાલવા દે પણ નહિ. જો કોઈએ