________________
પત્રાંક-૩૩૪
૨૮૭ સમ્યગ્દર્શન થયું છે. ૨૫માં વર્ષમાં કેટલું બધું જોર છે ! માર્ગની અંદર આગળ વધવાનું કેટલું બધું જોર છે એ આ પત્ર એનો બહુ સારો એવો પુરાવો છે. ઘણી એવી વાતો આ પત્રની અંદર લખી છે. “ચિરસ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે;” એટલે અમારું ચિત્ત શરીરની સાવધાનીમાં લાગેલું રહેતું નથી. શરીર પ્રત્યેની ઘણી ઉપેક્ષા વર્તે છે. એટલે કહેવાની જરૂર નથી કે શરીર સિવાયના બીજા કાર્યો છે એની કેટલી ઉપેક્ષા વર્તે છે, એ બતાવવાની જરૂર નથી. એ કહી દીધું કે, કાર્યને વિષે અવ્યવસ્થા થઈ જાય છે. કોઈપણ કામની અંદર વ્યવસ્થા ન જળવાય એવી રીતે ઉપયોગ છે એ ઘટી જાય છે, છૂટી જાય છે અને ચિત્ત ધાર્યું કામ કરતું નથી. વિદેહી જેવી સ્થિતિ વર્તે છે. માપ કાઢવું સામાન્ય માણસને મુશ્કેલ પડે એવો વિષય છે. કેમકે મિથ્યાત્વ અવસ્થામાં દેહાત્મબુદ્ધિ હોવાને લીધે જીવની પરિણતિ શરીરની સાથે વળગેલી જ રહે છે. દેહ તે હું એવી જે પરિણતિ છે એ પરિણતિ છૂટતી નથી અને એ પરિણતિમાં શરીર પ્રત્યેના એકત્વભાવની પ્રગાઢતા. અવગાઢપણું કેટલું છે એ ઘણા સૂક્ષ્મ અંતર અવલોકનનો વિષય છે.
જેનું અવલોકન ઘણું સૂક્ષ્મ થયું હોય, અવલોકનની પદ્ધતિ અને Practice થતાં થતાં જેનું અવલોકન ઘણું સૂક્ષ્મ થયું હોય એને થોડો થોડો ભાસ આવે છે. મિથ્યાત્વ અવસ્થામાં પણ જ્ઞાન થોડું નિર્મળ થાય તો એને ભાસ આવે છે કે શરીર સાથે એકત્વના પરિણામ કેટલા બધા ચાલે છે. એનો થોડો એને ખ્યાલ પડે છે. એને વિદેહી સ્થિતિનો થોડો ખ્યાલ આવે છે, બીજી બાજુ કે જે દેહથી ભિન્ન પરિણામ હોય, મોક્ષમાર્ગ ધર્માત્મા હોય અને એની વીતરાગતાનું જોર વધતું હોય એ વખતે દેહથી ભિન, આત્મામય, જ્ઞાનમય પરિણામની અંદર જે બળવાનપણું હોય છે ત્યારે શરીરની સાવધાની બહુ ઘટી જાય છે. પરિણામ તો ભિન્ન પડી ગયું છે, ઉપયોગની સાવધાની પણ ઘણી ઘટી જાય છે. ત્યારે એને વિદેહી અવસ્થા કહેવામાં આવે છે. ' જેવી હાલ ચિરસ્થિતિ વર્તે છે, તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકો નથી. એટલે કે એ સ્થિતિ અમને મંજૂર છે. જે ચિત્તસ્થિતિ વર્તે છે એ વર્તાવ્યા છૂટકો નથી. આગળ જવું હોય તો આમ જ થાય. વીતરાગભાવમાં આગળ વધવું હોય તો આજ પરિસ્થિતિ આવે.
મુમુક્ષુ :- આ સ્થિતિ કાયમ માટે રહેવાની છે.