________________
૨૮૬
ચજહૃશ્ય ભાગ-૫
છે છે. અત્યંત વિકટ એવું વીતરાગત અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ ન છે. તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત ર કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને
ઉદાસીનતા માટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર
એમ જ છે. - પ્રશ્નોના ઉત્તર ઘણું કરીને લખવાનું બની શકશે નહીં, કારણ કે ચિરસ્થિતિ જણાવી તેવી વત્ય કરે છે. - હાલ ત્યાં કંઈ વાંચવાનું વિચારવાનું ચાલે છે કે શી રીતે, તે કઈ પ્રસંગોપાત્ત લખશો.
ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઇચ્છાને અનુસરતો કરીએ, તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી.
અભિન બોધમયના પ્રણામ પહોંચે.
૩૩૪મો પત્ર પણ “સોભાગભાઈ ઉપર જ છે. હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે જુઓ ! આત્મીયતા કેટલી છે ! ઉપર ફાગણ સુદ ૪ નો પત્ર છે એમાં પરમ પ્રેમભાવથી નમસ્કાર કર્યા છે. ફગણ સુદ ૧૦ ના પત્રમાં એટલે બુધવારે, બુધવારે સામે બુધવારનો બુધવારનો જ પત્ર છે. “હૃદયરૂપ શ્રી સોભાગ્ય પ્રત્યે.' પોતાના હૃદયના સ્થાને રાખ્યા છે. “ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે. બહુમાન કરે છે. “ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે.’ - હવે પછી લખીશું. હવે પછી લખીશું એમ લખીને ઘણીવાર લખવાનું બન્યું નથી, તે ક્ષમા કરવા યોગ્ય છે. પોતાની પહેલી વાત કરી નાખી. કે હવે પછી લખીશું. અમુક વાત હવે પછી લખીશું એમ ઘણીવાર તમને લખ્યું છે છતાં જે લખવું છે એ લખવાનું બન્યું નથી. તે માટે ક્ષમા માગીએ છીએ. કારણ કે ચિત્તસ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે, એટલે કાર્યને વિષે અવ્યવસ્થા થઈ જાય છે. ૨૪મા વર્ષમાં