________________
૨૮૮
જહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી - ના. એ તો આગળ જાય એટલે પછી મુનિદશા આવે છે પછી શ્રેણી આવે છે એમ થઈ જાય છે. પણ જ્યાં સુધી ગૃહસ્થ અવસ્થામાં છે અને એમાં પણ બળવાન આત્મદશા વર્તે છે ત્યારે ઉદયના કાર્યોની અંદર થોડી અવ્યવસ્થા પણ ઉત્પન ઘઈ જાય છે. આ બહુ સારો પત્ર છે. એમની અંતરંગ દશાનો ઘણો - સારો પત્ર છે.
મુમુક્ષુ – અમુક સમય સુધી. - પૂજ્ય ભાઈશ્રી - પછી તો તકલીફ નથી. પછી તો આગળ વધી જશે ને ! એમ એ ખ્યાલ છે. સમ્યગ્દર્શન થયું એટલે સમ્યગ્દર્શનથી આગળ વધીને જે દશા થાય એ છેક કેવળજ્ઞાન પર્વતની દશાનું જ્ઞાન થઈ ગયું. મુનિ આવા હોય, શ્રાવક આવા હોય, કેવળજ્ઞાની આવા હોય-બધું જ્ઞાન થયું છે. એટલે તો વચ્ચેનો અમુક જ કાળ છે.
ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે. આ પત્ર સીધો વાંચો તો ન સમજાય એવો છે, જરા સૂક્ષ્મ પત્ર છે. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે... કેમકે એ વખતની એમની સ્થિતિ જો લક્ષમાં લેવામાં આવે તો જ એનું કથન પકડાય એવું છે. નહિતર એ કથન પકડાય એવું નથી. એવો પત્ર છે. “ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉઘસીન...” ઉદાસીન ચિત્તસ્થિતિ “અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. જ્ઞાનદશા પ્રગટ થાય અને ચોથા ગુણસ્થાનમાં આટલું બધું જોર આવે એવી તેજ મોક્ષમાર્ગની દશા ઓછા જ્ઞાનીને હોય છે. શું કહેવું છે ? કે મોક્ષમાર્ગની અંદર પણ ધીમે ધીમે આગળ વધનારા, મોક્ષમાર્ગમાં ક્રમશઃ ધીમે ધીમે આગળ વધનારા મોક્ષમાર્ગી આત્માઓની સંખ્યા અને એકદમ તેજીથી છલાંગ મારીને આગળ વધનારા મોક્ષમાર્ગી આત્માઓની સંખ્યા, એમાં એ તેજીથી જેની ચાલ હોય છે એવા બહુ અલ્પ હોય છે, એવા ઘણા અલ્પ હોય છે. બાકી શાસ્ત્રાદિમાં રોકાતા રોકાતા આગળ વધે એવા ઘણા હોય છે કે જે બહારમાં ધાર્મિક પ્રવૃત્તિમાં પડે છે અને એને હિસાબે એમનો જે ધાર્મિક અનુરાગ છે એ વિશેષ હોય છે એને કારણે રોકાવું થાય છે. એટલે એ પણ પોતાની દશાની એમણે વાત કરી છે. કેમકે એકાવતારી છે ને એટલે જોર ઘણું કરે છે. અંદરથી આત્મા વીતરાગતાની વૃદ્ધિ માટે બળ ઘણું કરે છે. એવી પોતાની