________________
૨૯૪
ભાવના અને ઇચ્છામાં આ ફરક છે. ઇચ્છાવાળાને એક વિકલ્પ થાય પુરુષાર્થ નથી હોતો. ભાવનાવાળો પુરુષાર્થ સહિત છે એટલે ભાવના એમ કહેવામાં આવે છે. માત્ર એ વિકલ્પ ને ઇચ્છા નથી કહેતા એને.
ગુજહૃદય ભાગ-૫
છે પણ તદ્અનુસાર એને—એ પરિણામને
પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે;...' આ જ્ઞાનમાં આવી ગયું છે. એવું જે પૂર્ણ વીતરાગપણું તે પહોંચવું વિકટ હોવા છતાં આશ્ચર્યકારક છે. કેમકે આ લોકો જે રિદ્ધિ-સિદ્ધિ-લબ્ધિમાં આશ્ચર્ય પામે છે એ તો એની પાસે કાંઈ નથી, એ તો એની પાસે કાંઈ નથી. એટલે એ આશ્ચર્યકારક છે. કેમકે ત્યાં શબ્દોની ગતિ નથી. જ્યાં વિકલ્પની ગતિ નથી ત્યાં શબ્દોની શું ગતિ હોય ? આશ્ચર્યકારક છે એમ કહીને છોડી દે છે.
અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, તે નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે.' આ એમને જે અંદરથી આત્માનું જોર છે એ આ પત્રમાં આવ્યું છે. એવું આશ્ચર્યકારી વીતરાગપણું, પૂર્ણ વીતરાગપણું તે સદેહે પ્રાપ્ત થાય છે એવો અમારો નિશ્ચય છે. નિશ્ચય છે એટલે અમે એમ પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ થયા છીએ, પુરુષાર્થવંત થયા છીએ અને પ્રાપ્ત થવાને પૂર્ણ યોગ્ય છે. એવા આ પુરુષાર્થની જે જાતિ છે અને જે ગતિ છે એ ગતિ અને જાતિ આ પુરુષાર્થ પૂરો કરે એવી જ ગતિ ને જાતિ અમારા પુરુષાર્થની છે અને યોગ્ય છે એવો નિશ્ચય છે.
ફરીને લીધું કે એમ નિશ્ચય છે.' એમ કેટલી બધી નિઃશંક વાત લીધી છે. એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી...' આ આખા જગત પ્રત્યેની ઉદાસીનતા જે આવી છે એ સદેહે પૂર્ણ વીતરાગદશા પ્રગટ થશે ત્યારે એવી ઉદાસીનતાનો તબક્કો પૂરો થશે. બીજી રીતે હવે અમારી ઉદાસીનતા પૂરી થાય અને અપેક્ષાવૃત્તિ જન્મે એવું કાંઈ હવે દેખાતું નથી. આગળની Line ચોખ્ખી કરી નાખી કે શું અમારી પરિસ્થિતિ છે.
એ વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે,..' અને બીજી રીતે થવું કાંઈ સંભવિત છે. જરૂ૨ એમ જ છે.' આમ જ છે. જે કાંઈ છે એ આમ છે. ચોક્કસ છે. નિઃશંકપણે આમ છે. આ પેરેગ્રાફમાં...