________________
૨૬૮
રાજહૃદય ભાગ-૫
હુંપણાનું, પોતાપણાનું–મારાપણાનું ભાસ્યમાન થવું એમ કેમ જ્ઞાનમાં થાય છે ? આ જ્ઞાન આવી ભ્રમણા કેમ કરે છે ? એ જ વખતે પકડે.
પોતાના ઉદય વખતે પોતાપણું થાય છે એ ભાવને તપાસવો એનો અર્થ શું ? અવલોકન કરવું એનો અર્થ શું ? કે કેમ આમ થયું ? આત્મા આત્મામાં છે. જાણવું માત્ર જાણવું એટલું એનું સ્વરૂપ છે, જ્યાં હું નથી ત્યાં મારું, આ મારું એમ કેમ દેખાણું ? આ પિરવાર છે. તો પરિવારના સભ્યોનું જ્ઞાનમાં શેયપણું થાય છે. આ મારું એમ કેમ આવ્યું ? આ એ વખતે પકડે. મારાપણાનો ભાવ એમાંથી કેમ થયો ? આ ભ્રાંતિ શાનમાં કેમ ઊપજી ? કેવી રીતે ઊપજી ? શું છે આમાં કારણ ? (તો) રસ, એની પક્કડમાં ફેર પડ્યા વિના રહે. એ જ વખતે આ Practice ચાલુ કરે તો એની પક્કડમાં ફેર પડ્યા વિના રહે નહિ અને અંદરથી આવો ફેર પડ્યા વિના બધું કરે, ગમે તે કરે નહિ, બધું કરે એમાં ગમે તે કરે બધું એનો કાંઈ અર્થ નથી.
પ્રશ્ન :- તીવ્ર ઉદય વખતે પણ આવું કરી શકે ?
સમાધાન ઃ– તીવ્ર ઉદય કોને કહેવો છે ? ભાવનો કહેવો છે કે પ્રસંગનો કહેવો
છે ?
મુમુક્ષુ :– સંયોગો વખતે ભાવ થાય એ વખતે ખ્યાલ જ આવતો નથી. પૂજ્ય ભાઈશ્રી :– હા, તો ભાવમાં તીવ્રતા આવી ગઈ ને. ત્યારે તો પોતે ભૂલી જાય છે. તીવ્રતા આવે છે ત્યારે ભૂલી જાય છે, પણ ભૂલી જાય છે એ લાંબા કાળ સુધી ભૂલી જાય છે ? હવે આપણે એના પૃથ્થકરણમાં જઈએ. પરિણામનું Analysis કરીએ કે કોઈ તો એમ ને એમ ચાલ્યો જ જાય છે, ડૂબી જાય છે પૂરેપૂરો. પછી જ્યારે ભાવ મંદ પડે ત્યારે વિચાર આવે છે અને કોઈએ વિચાર્યું હોય છે કે આવું નુકસાન મોટું થાય ત્યારે જો તીવ્રતાને કારણે, પરિણામની તીવ્રતાને કારણે ભૂલી જવામાં આવે તો મોટું નુકસાન છે, તો કોઈ તત્ક્ષણ જાગે, કોઈ થોડી ક્ષણ પછી જાગે. કોઈ થોડી મિનિટો પછી જાગે. એમ બને કે ન બને ? એ તો જેટલી પોતાની જાગૃતિ એટલી મુમુક્ષુતા છે. મુમુક્ષુતા કેટલી ? કે જેટલી પોતાની જાગૃતિ. જો જાગૃતિ ન હોય તો મુમુક્ષુતા નથી એમ માનવું. જાગૃતિ એટલી મુમુક્ષુતા છે. સીધી વાત તો એ છે.
મુમુક્ષુ :
જાગૃતિ પછી કાર્યસિદ્ધિ થાય એની Guarantee ખરી ?