________________
રાજહૃદય ભાગ-૫ નહિ એ બાબતમાં, કેમકે નિર્મળતા નથી, અને ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. મુમુક્ષુતા. નિર્મળ હોય એ મુમુક્ષુ આગળ વધીને જ્ઞાનદશામાં પ્રવેશ કરી શકે. જો મુમુક્ષતામાં જ નિર્મળતા ન હોય, મલિનતા હોય તો જ્ઞાનદશા આવવાનો અવસર નથી.
મુમુક્ષુ - -
પૂજ્ય ભાઈશ્રી :- હા, એવું છે. એટલા માટે તો આ ખોલી ખોલીને વાત કરે છે કે પોતે મેળવી શકે. પોતાની દશાને મેળવવા માટે તો બધી વાત છે. શાસ્ત્રમાં જેટલી દશા સંબંધીની વાત છે એ મેળવણી કરવા માટે છે. પોતે પોતાના આત્મલક્ષે, આત્મહિતના લક્ષે મેળવણી કરે અને પોતે જ્યાં ભૂલતો હોય ત્યાં બરાબર પોતાની Practice ચાલુ કરી દે કે આ જગ્યાએ મારી ભૂલ થાય છે, આ પ્રસંગે મારી ભૂલ થાય છે, આ કારણથી મારી ભૂલ થાય છે. આમ લાગે છે તેથી ભૂલ થાય છે. આમ સુખ લાગે છે, આમ શાંતિ લાગે છે, આમ લાભ માને છે, આમ કોઈ ને કોઈ પ્રકાર તો ઊભો થાય છે પરિણામમાં. ૩૩૨ પત્ર પૂરો) થયો. '