________________
૨૭૪
રાજહૃદય ભાગ-૫
થઈ ગઈ. અને કેવી રીતે મળે ? કોની પાસેથી મળે ? એની ખોજ પણ તીવ્ર થઈ ગઈ.
એમાં કુદરતી આત્મધર્મ' મળ્યું કે પછી પ્રવચનપ્રસાદ' મળ્યું છે. આમાં પ્રવચનપ્રસાદ' નું આ વખતે જાણવા મળ્યું કે પ્રવચનપ્રસાદ' મળ્યું છે. તો સીધો જ પોતે નિર્ણય કર્યો કે સોનગઢ જાવું છે. જાણે કાંઈક અહીંથી દિશા હાથમાં આવી જશે એવો એક આભાસ થયો અને પોતે સોનગઢ’ આવી ગયા. પણ પાત્રતા લઈને આવ્યા. એટલી પાત્રતા લઈને આવ્યા એને ભગવત્કૃપા' કીધી છે. ભગવત્કૃપા એટલે કોઈ ભગવાને કૃપા કરી એમ નહિ. એ પણ એનો જ પરિશ્રમ અને એની જ તૈયારી છે, એનો જ પુરુષાર્થ છે અને કેવો પુરુષાર્થ ? કે તનતોડ પુરુષાર્થ છે. એનો અર્થ એ કે પૂર્વે એને બહુ સત્સંગ નહોતો મળ્યો. જે મુમુક્ષુઓનો, જ્ઞાનીનો સમાગમ મળવો જોઈએ એ પ્રસંગ નહોતો એમના ઉદયમાં, પણ ભાવના તીવ્ર હતી. તો એ કુદરતી ક્યાં સોનગઢ' અને ક્યાં ‘અજમેર'! ૫૦૦ માઈલનું અંતર છે, છતાં એ વિચાર કર્યો કે મારે અહીંથી પ૦૦ માઈલ દૂર જાવું. ન ભાષા સમજે, ગુજરાતી ભાષા તે 'દી પૂરી સમજે નહિ તેવી પરિસ્થિતિ હોય છે. પહેલાંવહેલા આવે હિન્દીભાષીમાંથી. ભાવ પકડે, ભાષા ન પકડે પણ ભાવ પકડે. ભાવ તો તિર્યંચ પ્રાણી પકડે છે. ડચકારા કરે છે કે નહિ માણસ ? ખાવા માટે, પાણી પીવડાવવા માટે, દૂર કાઢવા માટે, બોલાવવા માટે જુદાં જુદાં અવાજ કરીને ભાવ પકડાવે છે કે નહિ ? અનઅક્ષરી ભાષા વાપરે. એ વાત એમના ઉત્તરની ભગવત્કૃપાની થઈ.
બાકી સામાન્યપણે જેને સત્સંગનો પ્રસંગ છે એણે નિર્પક્ષ થઈને સત્સંગ કરવો એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી.' વ્યવહારિક કલ્પના ટળે એ તો ઓળખાણ થાય એટલે વ્યવહારિક કલ્પના ટળે. એ તો ફળ આવ્યું. અને એ ફળ ક્યારે ? કે જ્યારે પોતે નિર્પક્ષ થઈને સત્સંગ કર્યો હોય અને યોગ્યતા તૈયાર થઈ હોય પછી જ્ઞાનીનો સમાગમ થાય ત્યારે એની ઓળખાણ થાય, એમ કહેવું છે.
હવે નિર્પક્ષ થઈને સત્સંગ કરવો એટલે શું ? આટલી વાત વિચાર માગે છે. કે પોતે કોરી પાટી થઈ જાય. આનું નામ નિર્પક્ષ છે, પૂર્વગ્રહ છોડીને. પહેલાં જેટલું સમજ્યો છે એ બધું છોડી દે. અત્યાર સુધી હું જેટલું સમજ્યો છું એના ઉપર એને પોતાને મીંડું, ચોકડી મૂકી દેવાની તૈયારી પહેલાં હોવી જોઈએ. પૂર્વગ્રહ છોડી દે.