________________
૨૭૬
રજહૃદય ભાગ-૫ એ સત્ની નજીક આવવા માગે છે. તો જ્ઞાનીની એ આજ્ઞા થઈ કે સત્ની નજીક કોઈ આવતો હોય તો તું એનું દાસત્વ કરજે. વંદન અને નમસ્કારનો અર્થ શું છે? દેવ-ગુરુશાસ્ત્ર અને સત્યરુષ એની નજીક કોઈ આવવા માગતું હોય, એની સમીપ આવવા માગતું હોય. આત્મકલ્યાણનો હેતુ છે ને એ તો, નિમિત્ત છે, તો એને નમસ્કાર કરીને લઈ આવજે. ભૂલેચૂકે એને દૂર કાઢવાના તું પ્રયત્ન કરીશ નહિ. તું અનંત 'કાળ સુધી દૂર થઈ જઈશ નકામો. પણ એને તું નમસ્કાર કરજે. એ એની આજ્ઞા
છે. એ વાત એમાંથી નીકળે છે. | મુમુક્ષુ - નવી વાત છે. - પૂજ્ય ભાઈશ્રી - હા. કેટલો બધો આદર કર્યો છે ! વિચારવા યોગ્ય વાત તો એ છે કે જ્યારે સોભાગભાઈએ આ પત્ર વાંચ્યો હશે ત્યારે એના આત્મામાં કેવા પરિણામ થયા હશે ? આ વિચારવા જેવો વિષય છે.
મુમુક્ષુ - નવી વાત છે.
પૂજ્ય ભાઈશ્રી :- કલ્પના કરો, અનુમાન કરો કે એના આત્મામાં કેવા પરિણામ થયા હશે કે જે પરિણામને લઈને એને “શ્રીમજી પ્રત્યેનું સમર્પણ કેટલું વધ્યું હશે અને બહુમાન કેટલું વધ્યું હશે ? આ વિચારવા યોગ્ય વિષય છે. એ આત્મા પામી જાય છે. પામ્યા છે એનું કારણ છે કે એ બધા પરિણામની Line નું અનુસંધાન બરાબર થઈ ગયું છે એટલે પામી ગયા છે.
મુમુક્ષુ - નિપક્ષનો અર્થ ફરીથી કહો.
પૂજ્ય ભાઈશ્રી - એક તો આત્મલક્ષનો વિષય છે, અસ્તિથી લઈએ તો એક પોતાનું આત્મહિત સિવાય બીજી કોઈ વાત જેના લક્ષમાં નથી એને નિર્પેક્ષ ગણવો. આત્મહિતનો જ પક્ષ. પછી એને માટે એ બધી રીતે તૈયાર છે. કોઈ વાતની પક્કડ ન રાખે. કોઈ બાબતની, કોઈ પ્રસંગની, કોઈની પક્કડ નહિ. મારા આત્માનું અહિત થાય. વાત પૂરી થઈ ગઈ, કોઈ સંજોગોમાં, કોઈ કારણથી, કોઈ કિમતથી મંજૂર નથી. કોઈ કિમતે એ વાત મંજૂર નથી અને આત્મહિત થાય તો કોઈપણ કિમતથી એ વાત મંજૂર છે.
બીજુ, પૂર્વગ્રહ. નાસ્તિથી લઈએ તો આ જીવ અનેક પ્રકારના વિષયસ લઈને બેઠો છે, વિપરીત સંસ્કાર અનાદિના સંઘરીને બેઠો છે. એ તમામ એની છોડવાની.