________________
પત્રાંક–૩૩૩
૨૮૩ એટલે એમાં જ્ઞાનીઓના જ્ઞાનને સંમત કરવા સિવાય બીજાને બીજો અધિકાર નથી. કે અહીંયાં જ્ઞાનીની ભૂલ છે એ અધિકાર અજ્ઞાનીને નથી, બીજાને નથી.
મુમુક્ષુ - અભવીને તો કોઈ class જ નથી ને !
પૂજ્ય ભાઈશ્રી - ના, એને સમ્યફ થવાની યોગ્યતા જ નથી. એવું છે. એવી કોઈ જીવની જ યોગ્યતા છે. ગુનો તો શું એ પોતે અપરાધ જ કરે છે. એ અપરાધ છોડતો જ નથી અને છોડવાની એની ઇચ્છા જ નથી. ના જ પાડી દે કે નહિ, એ તો મારે કરવું જ છે, એમ જ કહી દયે.
મુમુક્ષુ – જૈનમત તો મતનું નામ છે, વસ્તુનું સ્વરૂપ છે.
પૂજ્ય ભાઈશ્રી :- વસ્તુનું સ્વરૂપ છે એ તો. એ તો વસ્તુનું સ્વરૂપ છે. જૈનદર્શન વસ્તુનું સ્વરૂપ છે. એ કોઈ સંપ્રદાય નથી, એ કોઈ વાડો નથી, એ કોઈ મતનો. અમુક Group નો એ કોઈ અધિકારી છે એવો કોઈ વિષય નથી. નાત જાતનો કોઈ વિષય નથી, સમાજનો કોઈ વિષય નથી..
કેટલાક વિવાદાસ્પદ બનાવો બન્યા ત્યારે આ દિગંબર સમાજની અંદર લોકો શું કહે છે કે ભાઈ ! અમારે સમાજમાં રહેવું હોય ને એટલે પછી અમુક રીતે જ ચાલવું પડે. એ ધર્મ નથી. ધર્મ અને સમાજને કોઈ લેવા દેવા નથી. સામાજિક વિષય જુદો છે, ધાર્મિક વિષય જુદો છે. સામાજિક વિષય અને ધાર્મિક વિષયને જો એકમેક કિરવામાં આવે તો રાજકારણ અનિવાર્યપણે એમાં ઉત્પન્ન થાય, એનો પ્રવેશ થાય અને તમામ અનિષ્ટ એમાંથી ઊભું થાય, સમસ્ત અનિષ્ટ એમાંથી ઊભું થાય. એટલે એ બંનેને જુદી જુદી રીતે જ વિચારવું યોગ્ય છે.
શું કહે છે ? “જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થજ્ઞાન અમે માન્યું છે કે જેની અંદર વસ્તુના સ્વરૂપનું બંધારણીય જ્ઞાન અથવા દ્રવ્ય-ગુણ-પર્યાય અને એના ધર્મનું જ્ઞાન અને આત્મહિત થાય, તેના ફળસ્વરૂપે આત્મહિત થાય એવું જે યથાર્થજ્ઞાન તે તો ઘણું સૂક્ષ્મ છે. જેને અમે માન્યું છે એ તો ઘણું સૂક્ષ્મ છે, એમ કહે છે. કેમકે એમાં ન તો સૈદ્ધાંતિક વિપયસ હોય છે, ન તો એમાં કોઈ કાર્યપદ્ધતિનો અધ્યાત્મિક વિપર્યાસ હોય છે. અધ્યાત્મ અને દ્રવ્યાનુયોગ બંનેનું યથાર્થપણું થતાં જે સ્વરૂપાનુભવ અથવા અંતર્મુખ દશા ઉત્પન્ન થાય એ વિષય ઘણો સૂક્ષ્મ છે, અતિ અતિ સૂક્ષ્મ છે, એ વિષય ઘણો સૂક્ષ્મ છે.