________________
૨૮૨
ચજહૃદય ભાગ-૫ હોય. ત્યાં આ એક સમ્યજ્ઞાનનો અતિશય છે કે જ્ઞાની એમના સમ્યજ્ઞાનથી કોઈ એવા પાત્રતાવાળા જીવને, માર્ગાનુસારીવાળા જીવને માપી શકે છે. બે પ્રકારના વિરોધાભાસી યોગ્યતાવાળા પરિણામ હોવા છતાં કઈ બાજુનું પરિણામ વધારે ઠીક છે એનું માપ એ જ્ઞાનમાં આવે છે. એ સમ્યકજ્ઞાનની એક વિશેષતા છે. એના ઉપરથી એ કહી શકે છે કે આ જીવ માર્ગાનુસારી છે, આ જીવ આવો છે, આ જીવ પાત્ર છે, આ જીવ ગર્ભિત પાત્ર છે, આ જીવ વર્તમાનપાત્ર છે. અનેક પ્રકારે (કહી શકે છે).
મુમુક્ષુ - છે તો ગૃહીત મિથ્યાત્વમાં.. પૂજ્ય ભાઈશ્રી :- હા, ગૃહીતમાં હોય તોપણ એને નીકળતા વાર ન લાગે. ગૌતમ ગણધરનો વિષય લઈ લઈએ. ગૌતમ સ્વામી એ અન્યમતના ગુરુ હતા. કેટલું દઢ હોય મિથ્યાત્વ ? કેટલું તીવ્ર હોય ? છતાં યોગ્યતા એવી હતી કે છૂટતાં વાર ન લાગે અને છૂટતાં વાર ન લાગે તો ઝપટ કરતાં વાર ન લાગે. એ બધું માપ સાતિશય જ્ઞાનની અંદર આવે છે.
મુમુક્ષુ - -
પૂજ્ય ભાઈશ્રી :- હા, એમ અંબારામજી એ કોઈ અન્યમતમાં હશે. નામ ઉપરથી એમ લાગે છે કે કોઈ અન્યમતના જ હશે. હોય છે, એ તો આ કબીર છે, અખાભગત છે, નરસિંહ મહેતા છે એ બધાને માર્થાનુસારી કહ્યા છે ને. એ બધા અન્યમતમાં જ હતા ને. એટલે એ અન્યમત હોય તો ઠીક વાત છે. એટલું એનું મહત્ત્વ નથી ત્યાં. એની બીજી યોગ્યતાનું ત્યાં મહત્ત્વ છે. અન્યમતનું મહત્ત્વ નથી. બાહ્યદૃષ્ટિથી અથવા મતવાદી જીવ છે એ મતનું મહત્ત્વ વધારે આંકે છે કે આ તો અન્યમતમાં છે આ તો ગૃહીત મિથ્યાત્વમાં છે. એવું છીછરું મૂલ્યાંકન જ્ઞાનીના જ્ઞાનનું નથી હોતું.
મુમુક્ષુ :- જૈનમતમાં પણ અત્યારે અન્યમત જેવું હોય છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, જૈનમત હોય અરે. દ્રવ્યલિંગી હોય અને અનંત સંસારી હોય. દિગંબર જૈન સાધુ દ્રવ્યલિંગી પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ પાળતો હોય). પંચેન્દ્રિયના વિષયો છોડી દીધા. અનંત સંસારી હોય, અભવી હોય. અગિયાર અંગ અને નવ પૂર્વનો પાઠી હોય અને પંચ મહાવ્રત અને અઠ્યાવીસ મૂળ ગુણનું પાલન કરનાર હોય અને છતાં અભવી હોય અને અનંત સંસારી હોય. એમ કંઈ માપ ન નીકળે, જૈન મતથી માપ ન નીકળે. એવો વિશાળ વિષય છે અને સૂક્ષ્મ વિષય છે.