________________
૨૮૦
ચજહૃદય ભાગ-૫ છે. પોતાની કલ્પના પ્રમાણે જીવ વિચારે છે. | મુમુક્ષુ :- પૂજા, ભક્તિ કરતા શાસ્ત્ર સ્વાધ્યાય માટે ...
પૂજ્ય ભાઈશ્રી - હા, જે લોકો શુષ્કતામાં આવ્યા, ભાવના વિહીન થયા. એટલે બપોરે પ્રવચન પૂરું થાય અને પોતે ભક્તિમાં પધારતા હતા. પૂજા કરવાનો પ્રસંગ ઓછો હતો કેમકે પહેલેથી ત્યાગી દશામાં રહેલા. ભક્તિમાં પોતે પધારતા હતા. એ એમ બતાવે છે અનુકરણ કરવાની વાત છે કે ભાવના હોવી જોઈએ. નહિતર શાસ્ત્રજ્ઞાનનું અહમ્પણું કેવી રીતે મટશે ? ભાવનામાં અને ભક્તિમાં આવ્યા વિના શાસ્ત્રજ્ઞાનનું અહમુપણું નહિ મટે. પણ બે એક સાથે હોય ત્યારે શું કરવું ? ત્યારે વિવેક કરવો પડે છે, ત્યારે તુલના કરવી પડે છે, ત્યારે એ વિષયની સમજણની જરૂર પડે છે, સમજણ વગર બધી ગડબડ થાય છે.
શાસ્ત્ર અભ્યાસી પુરુષો એની ગણતરી જુદી વસ્તુ છે અને પુરુષ અને સત્સંગની મહત્તા આંકનારની ગણતરી જુદી વસ્તુ છે એમ આમાંથી કાઢે છે. એ યથાર્થ ઉત્તર ન કરી શકે તે પણ યથાર્થ જ છે.' એ પણ બરાબર જ છે. એ સોભાગભાઈએ લખ્યું છે કે બીજો આ નહિ સમજી શકે. એ પણ આપે લખ્યું તે બરાબર જ છે.
શુદ્ધતા વિચારે ધ્યાવે એ પદ વિષે હવે પછી લખીશું. બનારસીદાસજી” નું પદ છે ને ! શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, અમૃતધારા વરસે આગળ આવશે. આગળ આવી ગયું. “શુદ્ધતા વિચારે ધ્યાને શુદ્ધતામેં કેલી કરે’ ૩૧૬ પાને ઉપર “સોભાગભાઈ ના પત્રમાં “નાટક સમયસાર' નું પદ મૂક્યું છે. ૩૨૬ પત્રમાં ખાલી પદ જ લખ્યું છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામ્ કેલી કરે, શુદ્ધતામેં થિર છે અમૃત ધાર વરસે. શુદ્ધોપયોગની દશા છે. બનારસીદાસજી'નું ‘સમયસાર નાટકનું પદ છે. (અહીં સુધી રાખીએ).