________________
૨૭૮
રાજહૃદય ભાગ-૫
પૂજ્ય ભાઈશ્રી :– હા, એ તો જ્ઞાનીનું કાર્ય છે, એ જ્ઞાનીનું કાર્ય છે. અને એ સહેજે એવું કોઈવાર કોઈના માટે બનતું હોય છે. એવા વિભિન્ન પ્રકારના પ્રસંગો જોવા મળે, ખ્યાલમાં આવે તોપણ અન્યથા કલ્પના ન થાય એટલા એ બધું વિચારી લેવું જોઈએ. સામાન્ય રીતે તો માણસો એવા પ્રસંગમાં વ્યક્તિગત રાગ-દ્વેષમાં પડી જાય છે. એવું ભૂલેચૂકે નહિ થવું જોઈએ, એમ કહેવાનો મતલબ છે.
મુમુક્ષુ :- મુમુક્ષુ તો શાસન તોડવાવાળાની સામે જ ઊભા હોય ને, સાથે કેવી રીતે રહે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા, સાથે ઊભા રહેવાનો તો પ્રશ્ન નથી. એ તો પ્રશ્ન જ નથી.
અહીંયાં સત્પુરુષને ઓળખવા માટે સત્સંગ કરવો અને સત્સંગ પણ ક્યા પ્રકારે કરવો (એની) પ્રશ્ન અને ઉત્તર બંનેથી આટલી સ્પષ્ટતા કરી છે. આવો ઉત્તર શાની લખી શકે, જાણી શકે, કહી શકે, અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર જાણી શકે. જુઓ ! બે જણને અધિકાર આપ્યા. સત્સંગ કેમ કરવો એ શાની જાણે અને કાં જ્ઞાનીના કોઈ આશ્રિત હોય એ જાણી શકે અથવા કહી શકે અથવા લખી શકે તેવો આ તમારો ઉત્તર છે. એમ કહે છે. સોભાગભાઈને રીતસર પ્રમાણપત્ર આપ્યું છે કે તમારી જે અત્યારની વર્તમાન યોગ્યતા છે એ જ્ઞાનીને ઓળખવાની યોગ્યતામાં તમે આવ્યા છો. એ વાત નક્કી થઈ જાય છે. એટલું પ્રમાણપત્ર અહીંયાં આપી દીધું છે.
માર્ગ કેવો હોય એ જેને બોધ નથી, તેવા શાસ્ત્રાભ્યાસી પુરુષો તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે...’ આગમ ઘણા વાંચ્યા હોય, શાસ્ત્રો ઘણા વાચ્યા હોય, મહાન વિદ્વાન તરીકેની આબરૂ સંપન્ન થઈ હોય, પ્રાપ્ત થઈ હોય પણ શાસ્ત્ર અભ્યાસીનું કામ નથી. સત્સંગ કેમ કરવો ? કરવો અને કેમ કરવો ? એ શાસ્ત્ર અભ્યાસીનું કામ નથી. માત્ર એ જ્ઞાનીનું કામ છે અને જ્ઞાનીના આશ્રિતનું કામ છે. શાસ્ત્ર ભણતરનો એ વિષય નથી. એમ કહે છે.
માર્ગ કેવો હોય એ જેને બોધ નથી.... શાસ્ત્ર અભ્યાસી બે જાતના હોય છે. એક તો શાસ્ત્ર અભ્યાસ એવો હોય છે કે જેને માર્ગનો બોધ હોય તો એને અહીંયાં નથી લીધા. એનો શાસ્ત્ર અભ્યાસ પ્રશસ્ત છે. પ્રશસ્ત છે એટલે પ્રશંસા કરવા યોગ્ય છે. કેમકે એણે શાસ્ત્ર અભ્યાસમાંથી માર્ગ કેવો હોય એવો બોધ સાથે સાથે પ્રાપ્ત