________________
પાક ૩૩૩
૨૭૭
તૈયારી છે. કોઈ પૂર્વગ્રહ મારે રાખવો નથી, કોઈ પક્કડ રાખવી નથી. જેટલા સા પડખા સામે આવે તે બધા સ્વીકારવા માટે એકેય પૂર્વગ્રહને વજન આપવું નથી. તો આનું શું ને તેનું શું ? તો એ કાંઈ નહિ.
મુમુક્ષુ :- ધારણાજ્ઞાન..
પૂજ્ય ભાઈશ્રી :– ધારણાજ્ઞાન ઉ૫૨ ચોકડી મૂકી રે. કોઈ વાત નહિ. ન સમજાય, સમજવા માટે આશંકા કરે એ તો આદર કરવા યોગ્ય છે, એનો કોઈ વાંધો નથી. બાકી પોતાનો પૂર્વગ્રહ નહિ—હું પહેલાં આમ સમજ્યો છું મને આમ લાગ્યું હતું અને આ વાત મને ઠીક લાગી હતી, તમારી ઠીક નથી લાગતી. કારણ કે આ વાત મને ઠીક લાગે છે. એ વાત તો છોડી દેવા જેવી છે.
મુમુક્ષુ :– જે નજીક આવતો હોય, સામે જઈને આદર કરીને લઈ આવે. કોઈ માણસ શાસ્ત્રની વિરાધના કરતો હોય તો....
પૂજ્ય ભાઈશ્રી :- તો એના પ્રત્યે એને સારું ન લાગે કે આ ઘણું અહિતનું કામ કરે છે. એને એના પ્રત્યે અહીંયાં રાગ છે તો થોડો દ્વેષ પણ કદાચ આવી જાય. ત્યાંથી માંડીને એ પ્રકાર ઉત્પન્ન સહેજે થાય છે. એ તો Action & reaction are opposite & equal જેવી વાત છે. એ તો બહુ કુદરતી છે. એ કરવું નથી પડતું. એ શીખવાનો વિષય નથી. જો સત્નો આદર છે તો અસહ્નો અનાદર સામે સહેજે સહેજે જ ઊભો થઈ જાય છે, કરવો પડતો નથી. એવી વાત છે.
મુમુક્ષુ :– ત્યાં આને આદર કરીને લાવજે આ વાત લાગુ નથી પડતી.
પૂજ્ય ભાઈશ્રી :– એને તું સાચી વાત સમજાવે કે ભાઈ ! આ તારા અહિતનો રસ્તો છે, આ નુકસાનનું કારણ છે, બહુ મોટું નુકસાન છે. તમારા લાભ-નુકસાનને તમે તો સમજો. પછી કોઈવાર એવું લાગે કે બાળકના હાથમાં સોમલ છે અને લાડવો માનીને ખાવા જાય છે તો થપાટ મારીને પાડી દે. એવું કરે કોઈવાર પણ એ તો પ્રસંગ જોઈને જ્ઞાનીમાં એ પ્રકારની વિચક્ષણતા હોય છે તો એ પણ પ્રકાર ક્યારેક આવે છે. ત્યારે કોઈને એમ લાગે છે કે આ કેમ આટલું કડક પગલું ઉઠાવ્યું ? પણ એ પણ સામાના હિત ખાતર હોય છે. એની અંદર દૃષ્ટિકોણ બીજો નથી હોતો. વ્યક્તિગત દ્વેષનું કોઈ કારણ નથી હોતું. મુમુક્ષુ :– એ શાનીની ..