________________
પત્રાંક—૩૩૩
કોઈ પૂર્વગ્રહ રાખીને સમજવા ન બેસે.
અથવા નિર્પક્ષમાં એક પક્ષ લેવો. એક પક્ષ ક્યો લેવો ? કે એક મારા આત્મહિતની વાત કેવી રીતે હું ગ્રહણ કરું ? ક્યાંથી ગ્રહણ કરું ? કેમ ગ્રહણ કરું ? એ એક જ લક્ષથી જે સત્સંગ કરે, એ એ સિવાયનો બધો પક્ષ છોડી દેશે. એને નિર્પક્ષ કહેવામાં આવે છે. નિર્પક્ષમાં એક પક્ષ આ છે ખરો કે એકાંતે મારે મારા આત્મહિત સિવાય બીજું કોઈ લક્ષ નથી. આ સત્સમાગમાં, આ સત્સંગના પ્રસંગમાં એકલું મારું આત્મહિત કરી જાવું છે. આ એક જ મારે કામ છે.
આવો જે એક લક્ષ, એની સત્સંગની પ્રવૃત્તિ નિર્પેક્ષ હોય છે, પૂર્વગ્રહ વિનાની હોય છે અને એ જીવ સત્ત્ને ઓળખશે. પહેલાં શું કીધું ? એને સત્ જણાય. સત્ કેવું હોય એ જણાય. ગંભીરપણે સત્ના ઘણા અર્થ અહીંયાં છે. સત્ એટલે સાચું શું ? આત્મહિતનું કારણ શું ? એને સત્ય કહે છે. સત્ય કોને કહેવાય ? જે આત્માના હિત માટે સાચા કારણરૂપે હોય એને સત્ય કહીએ, સાચા ઉપાયરૂપે હોય એને સત્ય કહીએ. અને પોતાનું જે મૂળસ્વરૂપ છે એને પણ સત્ કહીએ. અને એ મૂળ સ્વરૂપ પ્રત્યે જવા માટેનો જે કાંઈ માર્ગ છે એને પણ સત્ કહીએ. એમ સત્નો બહુ વ્યાપક અર્થ છે. તો એને સત્ જણાય એટલે આ બધા પડખા ચોખ્ખા થાય. ક્યારે ? એક આત્મહિતનું લક્ષ્ય હોય ત્યારે.
૨૭૫
એટલા માટે જ્યારે કોઈપણ જીવને હવે આત્માનું હિત કરવું છે એવી ભાવના થઈ આવે ત્યારે જ્ઞાની એનો અત્યંત સમાદર કરે છે. અહીંયાં જે સોભાગભાઈ’ને લખ્યું ને કે અમે તમારા વચનને નમસ્કાર કરીએ છીએ. ૩૧૫ પાને. બીજો પેરેગ્રાફ. માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહિ પામીએ;..' એટલે સંયોગોમાં પ્રસંગમાં પોતાપણું કરવાનો પ્રશ્ન નહિ રાખીએ. એ દીનતા નથી કરવી. જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે...' અમે તો આ ધ્યેય અને આ પ્રાપ્તિ માટે નીકળ્યા છીએ. સત્ જોઈએ છે, જ્ઞાનનો અનંત આનંદ જોઈએ છે. એની પાછળ છીએ. એની આગળ કૌઈ વાતની પ્રતિકૂળતા-અનુકૂળતાની કોઈ ગણતરી વિસાતમાં નથી. આવા ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો !' આ સોભાગભાઈ’ના વચનને કેમ નમસ્કાર કર્યો ? એના આત્માને નમસ્કાર આવ્યો કે ન આવ્યો એમાં ? કે આવી ગયો.