________________
૨૭૩
પત્રાંક-૩૩૩ છે કે જેને યથાર્થ એવું નામ આપ્યું ? એ ઉત્તર નીચે છે.
શ્રી સૌભાગ્યભાઈએ આપેલ ઉત્તર : આ પ્રમાણે છે, જે અવતરણ ચિલમાં છે. નિરપેક્ષ થઈ સત્સંગ કરે તો સત જણાય ને પછી પુરુષનો જોગ બને તો તે ઓળખે અને ઓળખે એટલે વ્યાવહારિક કલ્પના ટળે. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરવો. એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવતુકપા એ જુદી વાત છે.' એમાં શું કીધું ખબર છે ? એ જાતની યોગ્યતા લઈને આવ્યો હોય જીવ.
મુમુક્ષુ :- “સોગાનીજી'.
પૂજ્ય ભાઈશ્રી :- એમને તો એમ માનો કે... ભગવકૃપાનો અર્થ એ છે. તમારું દણંત બરાબર છે પણ એનો અર્થ શું ? કે આત્મહિત કરવાની તીવ્ર ભાવના એવી થઈ ગઈ હોય અને રસ્તો મળતો ન હોય. એમણે બે-ત્રણ પ્રકાર બહુ અજમાવી જોયા. મૂળ દિગંબર હતા. ભગવાનની પૂજાએ ચડ્યા. પરોઢિયે ચાર વાગે ઊઠે. હાય, પોતાના હાથે અષ્ટ દ્રવ્ય તૈયાર કરી અને દેરાસરમાં જાય અને પાંચ-છ કલાકે બહાર નીકળે. પાંચ-છ કલાક સુધી પૂજા જ કર્યા કરે. ભગવાનની પૂજા કરતા કરતા કોઈ રીતે જો કલ્યાણ થઈ જતું હોય. થાક્યા. શાસ્ત્ર પોતાની મેળે બહુ વાંચ્યા. એટલા બધા શાસ્ત્ર વાંચ્યા કે દુકાન ઉપર માણસ ધંધો કરે, એ તો એક કોર ખુરશી ઉપર બેસીને શાસ્ત્ર જ વાંચ્યા કરે. ધંધો ખોયો. આર્થિક સ્થિતિ બગડી ત્યાં સુધી. એમ લાગ્યું કે શાસ્ત્રમાં કેટલીક વાત સમજાતી નથી અને આ તો પંડિતો સમજે છે, તો એક Paid પંડિતને રાખી લીધો. આખો દિવસ એની પાસે બેસી જાય. ઘરે જમવા ન આવે. કહી દીધું, જમવા આવું તો ઠીક નહિતર ટીફીન ત્યાં મોકલજો. ધંધાની અંદર માણસ કરે જ છે ને ? આજકાલ કામકાજ બહુ જ છે. ટાઇમ મળશે તો ઘરે આવશે નહિતર તમે રસોઈ થાય એટલે ગરમાગરમ રસોઈ ત્યાં દુકાને પહોંચાડી દેજો. ત્યાં જમી લેશું, ઓફિસમાં જમી લેશું. એમ ગામમાં ને ગામમાં ત્યાં જમી લે. પંડિતને ઘરે જાય અથવા એને કયાંય મકાન ભાડે રાખી દીધેલું ત્યાં ઉતારેલા. ત્યાં આખો દિવસ જમાવે એની સામે કે કોઈ રીતે સમજાવી દે આપણને. પોતે શાસ્ત્ર વાંચ્યાં, ધ્યાને ચડી ગયા તો એકાગ્રતા કરવા માટે કલાકો સુધી ધ્યાન કર્યા કરે.
ક્યાંય પત્તો લાગે નહિ. એટલો પરિશ્રમ કરતા કાંઈ હાથમાં ન આવ્યું એટલે ભાવના તીવ્ર થઈ ગઈ કે આ તો છે શું પણ ? કેવી રીતે મળે આ ? એ તીવ્ર ભાવના