________________
પત્રાંક-૩૩૩
૨૭૧
પત્રક - ૩૩૩
મુંબઈ, ફાગણ સુદ ૪, બુધ, ૧૯૪૮ “સત્પરષની ઓળખાણ જીવને નથી પડતી, અને વ્યાવહારિક કલ્પના પોતાસમાન તે પ્રત્યે રહે છે, એ જીવને ક્યા ઉપાયથી ટળે?” છેએ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે. એ ઉત્તર જ્ઞાની અથવા શાનીનો
આશ્રિત માત્ર જાણી શકે, કહી શકે, અથવા લખી શકે તેવો છે. માર્ગ
કેવો હોય છે જેને બોધ નથી, તેવા શાસ્ત્રાભ્યાસી પુરુષો તેને યથાર્થ રે ઉત્તર ન કરી શકે તે પણ યથાર્થ જ છે. “શુદ્ધતા વિચારે ધ્યાવે' એ તે છે પદ વિષે હવે પછી લખીશું.
અંબારામજીના પુસ્તક વિષે આપે વિશેષ વાંચન કરી જે અભિપ્રાય એ લખ્યો તે વિષે હવે પછી વાતચીતમાં વિશેષ જણાવાય તેમ છે. અમે
એ પુસ્તકનો ઘણો ભાગ જોયો છે; પણ સિદ્ધાંતજ્ઞાનમાં વિઘટતી વાતો
લાગે છે, અને તેમ જ છે, તથાપિ તે પુરુષની દશા સારી છે; માગનુસારી ન જેવી છે, એમ તો કહીએ છીએ. જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થજ્ઞાન
અમે માન્યું છે તે અતિ અતિ સૂક્ષ્મ છે, પણ તે થાય તેવું જ્ઞાન છે.
વિશેષ હવે પછી. ચિત્તે કહ્યું કર્યું નથી માટે આજે વિશેષ લખાયું નથી, તો તે ક્ષમા કરશો.
પરમ પ્રેમભાવથી નમસ્કાર પહોંચે.
૧. શ્રી સૌભાગ્યભાઈએ આપેલ ઉત્તર ઃ નિર્પેક્ષ થઈ સત્સંગ કરે તો સતુ જણાય ને પછી સત્યરુષનો જોગ બને તો તે ઓળખે અને ઓળખે એટલે વ્યાવહારિક કલ્પના ટળે. માટે પક્ષ હિત થઈ સત્સંગ કરવો. એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવકુપા એ જુદી વાત છે.'