________________
પત્રાંક-૩૩૨
૨૬૯ પૂજ્ય ભાઈશ્રી :- ચોક્કસ થાય, ચોક્કસ થાય. થયા વિના રહે નહિ. સીધી વાત છે. એનો અર્થ શું થયો ? કે ઉદય તીવ્ર આવ્યો. ભાવમાં પણ તીવ્રતા થઈ. એ તો એનો દુશમન છે ને ! દુશમનને માર્યો એ જ કાર્યસિદ્ધિ છે. બીજી કાર્યસિદ્ધિ ક્યાં લેવા જાવી છે ? એ વખતે તો એ જ કાર્યસિદ્ધિ છે. નવરો બેઠો હોય શાસ્ત્ર વાંચે ત્યારે વિચાર કરે કે શરીરમાં મમતા કરવી નહિ, પોતાપણું કરવું નહિ. આરંભ, પરિગ્રહમાં પોતાપણું કરવું નહિ, પણ ત્યારે ક્યાં કોઈ લડવા આવ્યું છે તારી પાસે ? ત્યારે તો હવામાં લાઠી ફેરવે છે. પણ મારવા આવે ત્યારે લાઠી ફેરવવાની જરૂર છે. સામે લડાઈ વખતે લાઠી ફેરવ તો બચી શક. બાકી અમસ્તો અમસ્તો દાવ કર્યા કિર, એથી એ વખતે તને કોઈ લાભનું કારણ નથી. ઠીક છે, થોડી Practice થાય. પણ ખરેખર જરૂર એની છે ત્યારે જો એનો ઉપયોગ ન થાય તો શીખેલું નકામું છે. લાઠી ફેરવતા શીખ્યો પણ મારવા આવ્યો ત્યારે માર ખાધો. એ કાંઈ ખરેખર શીખ્યો નથી. એટલે જરૂર તો ત્યારે જ છે, ઉદય વખતે જ જરૂર છે.
મુમુક્ષુ :- લાઠી ફેરવે ... પરિગ્રહ ન કરે એ વખતે .
પૂજ્ય ભાઈશ્રી :- એમાં શું છે કે એમ નથી કહેતા કે તું શાસ્ત્ર વાંચીને આરંભ, પરિગ્રહમાં પોતાપણું નથી એવો વિચાર કર્યા કરજે, એમ અહીંયાં “શ્રીમદ્જી નથી કહેતા. શું કહે છે ? કે “આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે... જ્યારે પ્રસંગ પડે ત્યારે તું એમ કરજે, એમ કહે છે. તને નવરાશ મળે, નિવૃત્તિ મળે ત્યારે કલાક-બે કલાક શાસ્ત્ર લઈને બેસજે અને એ વખતે વિચાર કરજે કે હું આત્મા જ્ઞાયક છું, દેહાદિક કોઈ સંયોગો મારા નથી. એમ નથી કહેતા. સ્વાધ્યાય કરજે એમ નથી કહેતા. આ પ્રસંગે તું બરાબર ઊભો રહે. એ પ્રસંગે તને વિચારીને પોતાપણું થતું અટકાવવું. પોતાપણું થતું અટકાવે કોણ ? પોતાપણું કોણ અટકાવે ? (જે જાગૃત છે તે અટકાવે). - “ત્યારે મુમુક્ષતા નિર્મળ હોય છે. આ એનું ફળ છે. જો પોતાના થતા અટકાવે તો મુમુક્ષતાની ભૂમિકામાં નિર્મળતા આવે છે. પોતાપણાનો રસ અથવા દર્શનમોહનો રસ મંદ પડે છે ત્યારે જે નિર્મળતા આવે છે એ પ્રથમ જ્ઞાનમાં નિર્મળતા આવે છે કે જીવ પોતાના સ્વરૂપનું યથાતથ્ય નિશ્ચયપણું કરી શકે, ભાસ્યમાનપણું કરી શકે. નહિતર ઉઘાડમાં તો સમજી લ્ય કે આત્મા આવો છે, આત્મા આવી છે. અનંત ગુણનો સમૂહ છે ને ફ્લાણું છે ને અસંખ્ય પ્રદેશ છે, આમ છે...આમ છે... કાંઈ એને લાગે