________________
પત્રાંક-૩૩૩
૨૭૯ કર્યો છે. માર્ગ એટલે છૂટવાનો માર્ગ. છૂટવાનો માર્ગ કેવો હોય એવો બોધ જેને નથી એનો શાસ્ત્ર અભ્યાસ નિષ્ફળ છે. એ શાસ્ત્ર અભ્યાસનું કાંઈ ફળ નથી અને એને તો સત્સંગ કેમ કરવો એ પણ ખબર નહિ હોય એમ કહે છે અથવા સત્સંગનું એને મહત્વ નહિ આવે. એ સત્સંગને ગૌણ કરશે, બીજી વાતને મુખ્ય કરશે.
ગુરુદેવ” નું પ્રવચન ચાલતું ત્યારે લગભગ કોઈ પૂજામાં ન બેસે. બે Premises જુદાં જુદાં છે, આપણી જેમ નથી કે દખલ થાય માટે ન બેસે. ત્યાં તો દેરાસર જુદું, સ્વાધ્યાય હોલ જુદો. પણ “ગુરુદેવનું પ્રવચન ચાલતું હોય ત્યારે પૂજા કરવા કોઈ બેસી જાય ? ન બેસે. કેમ ? આ “ગુરુદેવ પાસે બેસવાનું અને પેલું ભગવાન પાસે બેસવાનું. તો કેમ પસંદ એ નથી કરતા ? અને આ પસંદ કરે છે ? | મુમુક્ષુ :- હિતનું કારણ છે.
પૂજ્ય ભાઈશ્રી - હ... સત્સંગ કેમ કરવો ? સત્સંગનું પ્રાધાન્યપણું એ મુખ્ય વાત છે. ભગવાનની પૂજા કરતા, સત્સંગ કરવાનો આદેશ છે અને ઉપદેશ છે એમ કહેવું છે. આ તો ઘણાને ખ્યાલ નથી આવતો ને ! | મુમુક્ષુ :- ભૂતકાળ યાદ કરીએ તો એમ લાગે કે એ વખતે થોડું ખટકતું હતું પણ બેસતા હતા તો ગુરુદેવ પાસે પણ પેલું ખટકતું હતું કે. - પૂજ્ય ભાઈશ્રી :- પહેલાં દર્શન કરી આવીએ ભલે પાંચ મિનિટ મોડું થાય વ્યાખ્યાનમાં જવાનું પણ પહેલાં દર્શન કરી આવવા જોઈએ ને, પછી વ્યાખ્યાનમાં બેસીએ. કે વ્યાખ્યાન સાંભળીને પછી દર્શન કરવા જવા ? હવે શું કરવું ? એમ. રાઇમ થઈ ગયો હોય, વ્યાખ્યાન ચાલુ થઈ ગયું. હોય, ભાવનગર થી બસમાં આપણે મોડા પહોંચ્યા હોય.
સત્સંગનું મહત્ત્વ અને સત્સંગ કેમ કરવો એ બધો પ્રકાર સમજણમાં આવવો જોઈએ. જોકે સામાન્યપણે તો શુભભાવનું પણ ત્યાં તો તોલન નથી. પૂજા-ભક્તિમાં જે શુભભાવ થાય છે અને શાસ્ત્ર સ્વાધ્યાયમાં જે શુભભાવ થાય છે એમાં શાસ્ત્રસ્વાધ્યાયના શુભભાવ ઊંચી કોટીના છે. ઊંચો માલ છોડી અને નીચો માલ કોઈ ત્યે ? એવું તો કોઈ કરે નહિ. એક જ દુકાને કહે, ભાઈ ! આ હલકો માલ આપી ડ્યિો. પૈસા એટલા ને એટલા લેજો. સમય અને શક્તિ તો એટલી ને એટલી જ દેવાની છે. એ પણ જેને ખ્યાલ નથી આવતો તો એમ ને એમ ઓથે ઓથે ચાલવાનું થાય