________________
પત્રક-૩૩ર.
૨૬૫
. એની Practice કરવાની પરિસ્થિતિ ઊભી થાય, લાંબા કાળ સુધી એની Practice થાય ત્યારે એ નિવૃત્ત થવાની પરિસ્થિતિ આવે છે. એમ ને એમ સીધું કાંઈ નાશ પામશે નહિ.
તે પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. બે પ્રકાર છે. જ્ઞાની પ્રત્યેના સમર્પણમાં બે પ્રકાર છે. એક તો જ્ઞાનીનો મહિમા પોતાને ભાસ્યો છે એટલે એમના પ્રત્યે સમર્પણબુદ્ધિ આવે છે. પણ પોતાને ખ્યાલ છે કે જ્ઞાની તો અપેક્ષા રાખતા નથી, પૃહા વિનાના છે, નિસ્પૃહ એમની અંતરંગ સ્થિતિ છે, તો સમર્પણ કરવામાં શું ? તો કહે પણ મારે તો મમત્વ મટાડવું છે કે નહિ ? બીજુ પડખું એ છે કે માત્ર સમર્પણનો સવાલ નથી. મારું જે પોતાપણું એની અંદર છે, મારો જે અધિકાર છે એ મારે છોડવો છે. એટલા માટે પણ સમર્પણ કરવામાં આવે છે. બે પડખાં લીધા છે. એક શાની સંબધી મહિમાનું કારણ છે. પોતા સંબંધી વિચારવામાં આવે તો પોતાને એના ઉપરની પક્કડ ઢીલી કરવી છે. પક્કડ એમ ને એમ રાખે અને જ્ઞાનીનો મહિમા કરે તોપણ નિષ્ફળ જાય છે, એ બધું ધોવાઈ જાય છે. એટલે બને સાથે સાથે અસ્તિ-નાસ્તિથી અને સ્વ-પરની બને દિશામાં કેવી રીતે કાર્ય કરવું ? બને દિશામાં કેવી રીતે આગળ વધવું ? એ વાત અહીંયાં છે.
પ્રશ્ન :- ધનના સમર્પણને જ સમર્પણ કહેવાય ? સમાધાન :- ના, એવું કાંઈ નથી. તન, મન અને ધન એમ લીધું છે. મુમુક્ષુ :- વખતે એવો વિચાર ન કરે કે એ તન, મન, ધન ક્યાં મારા છે?
પૂજ્ય ભાઈશ્રી :- એવી રીતે વિચાર કરે છે ? ચાલો, ધનનું સમર્પણ કરીશ પણ મારું નથી એમ કરીને વિચાર કરે છે ? વિચાર તો એમ કરે છે કે મારે છે એમાંથી આપું છું. મારું જેટલું છે એમાંથી અમુક ટકા મારે આપવું જોઈએ. બધું દઈ દઈએ તો પછી આપણે કેવી રીતે ચાલે ? માટે થોડુંક તો એમાંથી આપણે આપવું જોઈએ. મારાપણું રાખીને એમાંથી ટકા કાઢીને આપે છે). એ કોઈ સમર્પણ કરવાનું લક્ષણ નથી. સમર્પણબુદ્ધિનું એ લક્ષણ જ નથી.
પ્રશ્ન :- તન-મન-ધનનું સમર્પણ કેવી રીતે કરવું ? સમાધાન - તન-મન-ધનના સમર્પણનો અર્થ છે પોતાપણું મૂકવું છે. પોતાપણું