________________
પત્રક-૩૩૨
૨૬૩
તો જ્ઞાનમાં કોઈપણ શેય આવતા, જણાતા તે શેયને વિષે એવી લીનતાના પરિણામ ઉત્પન્ન થાય, એવી લીનતા રહે કે જેને લઈને બીજી ઈચ્છા ન રહે, જેને લઈને બીજી ઇચ્છા ન થાય. એને રસ કહે છે.
આપણે અવલોકનનો મુખ્ય વિષય એ છે કે પોતાના રસનું અવલોકન કરવું. મમત્વ તો જ્યાં સુધી આત્મામાં આત્મબુદ્ધિ થતી નથી ત્યાં સુધી દેહાદિથી માંડીને બધા સંયોગોમાં જીવને મમત્વ થશે, પોતાપણું થઈ આવશે. કેટલા રસથી થાય છે એના ઉપર એનું બળવાનપણું છે. જેટલો રસ તીવ્ર એટલું તે પરિણામની શક્તિનું બળવાનપણું, વિશેષ શક્તિ છે તે પરિણામની અંદર. પરિણામની શક્તિ પરિણામના રસમાં હોય છે. ત્યાં તીવ્ર રસ થાય છે અને વિભાવરસને બંધ અધિકાર માં બંધતત્ત્વ એવું નામ આપ્યું. નવતત્ત્વમાં તત્ત્વ દૃષ્ટિએ બંધનું સ્વરૂપ વિચારવામાં આવે તો વિભાવરસ અથવા રાગરસને બંધ કહ્યો છે. કેમકે ભાવબંધ લઈએ તો ત્યાં જીવ ભાવથી એવો બંધાય છે કે એવા રસવાળા પરિણામમાં એને કાંઈ બીજી કોઈ સ્મૃતિ ન રહે. હું આત્મા છું અને જ્ઞાયક છું એવું હજારવાર વાંચ્યું હોય, સાંભળ્યું હોય અને વિચાર્યું હોય, (પણ) ક્યાં ચાલ્યું જાય છે ખબર નથી રહેતી. કારણ શું છે ? કે આ રસ તીવ્ર થઈ ગયો. પરમાં પોતાપણાનો રસ તીવ્ર થયો. પરમાં પોતાપણાનો અનુભવરસ, અનુભવ કરતો હોવોનો રસ તીવ્ર થઈ ગયો. આ રસ આત્માને મારે છે, બસ !
મુમુક્ષ :- અવલોકનની તો વાત વિચારમાં આવે એ પહેલા તો રસ આવી જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- એટલે તો બહુ જોરથી આનું વજન આવવું જોઈએ. જન્મમરણનો પ્રસંગ હોય તો માણસ કેટલો ગંભીર થઈ જાય. એક મરણનો પ્રસંગ હોય તો કેટલો ગંભીર થઈ જાય માણસ ! એટલી ગંભીરતા તો આ વિષયની આવવી જોઈએ. નહિતર તો કાંઈ હાથમાં રહે એવું નથી. ઉદય આવ્યો નથી અને ઊલજીને અંદર ડૂબ્યો નથી, પડ્યો નથી. કેમકે એ જ સમયે ચાલુ થાય છે, બીજો સમય નથી લાગતો, જ્ઞાનમાં શેય આવે તે જ સમયે તીવ્ર રસના પરિણામ થાય. તે જ સમયે તે રસમાં લીન થઈ જાય, ડૂબી જાય. બીજો સમય નથી લાગતો એને એ જ સમયે ચાલુ થઈ જાય છે. એવી પરિસ્થિતિ છે.
પ્રશ્ન :- રસ અને રુચિ પણ એમાં થાય ?