________________
૨૬૨
રાજહૃદય ભાગ-૫ એમાં કેમ ફેર પડશે ? લખ્યું ને? એક મથાળું બાંધ્યું કે અમે ને તમે લૌકિક પરિણામે પ્રવર્તશું તો અલૌકિક ભાવે કોણ પરિણમશે? લૌકિક દૃષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું... ૩૨૨ (પત્ર). ૩૧૪ પાને ૩૨૨નું મથાળું છે. લૌકિકદષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકદષ્ટિએ કોણ પ્રવર્તશે પછી તો આ વિષય ક્યાંય નથી.
આત્મામાં આત્મત્વ કરવું અને આત્મા સિવાય અન્ય પદાર્થોને વિષે આત્મત્વ ન કરવું. એ કાર્ય એ પ્રકારે અસ્તિ-નાસ્તિથી કરવાનું છે. અથવા મુમુક્ષતા વર્ધમાન થતી નથી. વર્ષો જાય છે છતાં પોતે ત્યાંનો ત્યાં છે એમ લાગે છે. એનું કારણ શું? કે જો અવલોકન કરે અને તપાસ કરે તો એને ખબર પડે કે મારા સંયોગોને વિષે પોતાપણું કરવામાં તો હું કાંઈ ફેરફાર કરતો નથી. જે જગ્યાએ ફેરફાર કરવો જોઈએ એ જગ્યાએ તો હું કાંઈ ફેરફાર કરતો નથી અને બીજું બધું કરું છું એ તો કશું જ છું. શાસ્ત્રો વાંચું છું, પૂજા-ભક્તિ કરું છું, દયા-દાન કરું છું આટલું તો કરું છું. એ બધું ધોવાઈ જાય છે. એવું જે કાંઈ કરવામાં આવે છે એ બહુ અલ્પમાત્રામાં કરવામાં આવે છે. અને ચોવીસે કલાક જે મમત્વના તીવ્ર રસના પરિણામ છે એ તો એટલા બધા કરવામાં આવે છે કે બંનેનો હિસાબ-કિતાબ મૂકીએ તો પેલું તો કાંઈ ઊભું રહી શકે એવું નથી, સામે ટક્કર ઝીલી શકે એવી કોઈ વાત છે નહિ
મુમુક્ષુ :- આ વાત સ્મૃતિમાં જ નથી રહેતી.
પૂજ્ય ભાઈશ્રી :- કેટલી તીવ્રતા આવે છે ? એનો એ અર્થ એ થાય છે કે તીવ્રતા કેટલી આવે છે ? “સમયસાર' માં ૩૮ ગાથા પૂરી કર્યા પછી “જયચંદજીએ કેટલીક વાતો લખી છે. વાત તો બીજા કારણની લખી છે, કોઈ બીજી વાત ઉપર આવી ગયા છે. આ નાટક સમયસાર છે. નાટકની અંદર શૃંગાર આદિ આઠ રસ હોય છે. સૌથી ઉત્કૃષ્ટ રસ તો શાંતરસ છે, તે સર્વ રસનો રાજા છે. આવી બધી નાટક શબ્દને લક્ષમાં રાખીને ચર્ચા શરૂ કરી છે. એમાંથી ઊતરી ગયા છે રસ ઉપર કે આઠ રસ અને નવ રસ ને, આ રસ શું છે ? તો રસની એમણે પરિભાષા બાંધી છે. આપણે ત્યાં પ્રશ્ન ઊઠે છે કે રસ ક્યા ગુણની પર્યાય છે ?
જ્ઞાનમાં જે શેય આવતાં તે શેયને વિષે લીનતા અને મગ્નતાના એવા પરિણામ થાય કે ત્યારે બીજું બધું વિસ્મૃત થઈ જાય, બીજી કોઈ ઈચ્છા ન રહે એને રસ પરિણામ કહેવામાં આવે છે. આવી પરિભાષા કરી છે. એટલે ગુણભેદથી વિચારીએ