________________
પત્રાંક-૩૩ર
૨૬૧ આવે છે એનું કારણ પોતાપણું છે. આ મારું છે, મને લાભનું કારણ છે, મને સુખનું કારણ છે, મને અનુકૂળતાનું કારણ છે–એવું જે પોતાપણું છે અને એ સંબંધીનો ઇષ્ટપણાનો ભાવ તે વ્યામોહ છે–મોહ છે. એવું પરિણામ મંદ થાય, એનો રસ મંદ થાય તે પ્રકારે મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. આમ લીધું છે.
સંસારીજીવ જ્યાં ઊભો છે, જેની વચ્ચે ઊભો છે ત્યાં એ તીવ્ર મમત્વ કરે છે અને તીવ્ર મમત્વ કરે છે એ એને પોતાની દિશા તરફ નહીં વળવામાં પ્રતિબંધક કારણ છે–અવરોધરૂપ કારણ છે. રોકે છે કોણ એને ? સામાન્યપણે કોઈપણ મુમુક્ષને પૂછીએ કે આત્મકલ્યાણ કરવું છે કે નહીં ભાઈ ? તો ઉત્તર એમ મળશે કે આત્મકલ્યાણ તો કરવું જ હોય ને ! એનો પ્રશ્ન શું હોઈ શકે ? કે આત્મકલ્યાણ કરવું છે કે નથી કરવું ? આત્મકલ્યાણ તો સૌને કરવું જ હોય પણ એવી ઇચ્છામાત્રથી કામ થતું નથી. પોતે જ્યાં ઊભો છે, જે સ્થિતિમાં ઊભો છે, એ સંયોગોમાં પોતે કેટલું મમત્વ કરે છે ? પોતાપણું કેટલું કરે છે ? મમત્વ કરે છે એટલે પોતાનો ભાવ કેટલો રાખે છે, એવા પોતાપણાના પરિણામનો રસ મંદ થાય, એ પરિણામ મંદપણાને પામે ત્યારે મુમુક્ષતા વર્ધમાન થાય છે. નહિતર એક બાજુથી મમત્વ કરે, ઘરે-દુકાને જઈને તીવ્ર મમત્વ કરે અને મંદિરમાં આવીને પૂજા-ભક્તિ-સ્વાધ્યાય કરે. અમે તો બન્ને કરીએ છીએ. આત્મકલ્યાણ માટે શાસ્ત્ર સ્વાધ્યાય, પૂજા-ભક્તિ, દયા, દાન કરીએ છીએ. બાકી તો સંસારમાં તો સંસારની રીતે બધું જ કરવું પડે. કરવું જોઈએ. કરવું પડે એટલે કરવું જોઈએ. કરવાની ફરજ છે.
મુમુક્ષુ :- ભૂમિકા અનુસાર થાય.
પૂજ્ય ભાઈશ્રી :- ભૂમિકા અનુસાર તો રાગ-દ્વેષ થાય, એ પણ શાસ્ત્ર કહે છે. આપણને પણ આપણી ભૂમિકા અનુસાર થાય છે. એને અનુમોદન આપે, શાસ્ત્રકારને અનુમોદન આપ્યું. શાસ્ત્રકારને અનુમોદન આપ્યું છે ? શાસ્ત્રકાર તો ના પાડે છે. એ ભૂમિકામાંથી તું આગળ વધ. તારી જે મુમુક્ષની ભૂમિકા છે એ ભૂમિકા વર્ધમાન થાય, મુમુક્ષતા વૃદ્ધિગત થાય એના માટે રાગ-દ્વેષ થવાનું અનુમોદન અનુકૂળ નથી. એ તો પ્રતિકૂળ પરિણામ છે અને એવું તો સૌ કરે જ છે.
સામાન્ય રીતે સંસારમાં સાધારણ રીતે સૌ પોતાના સંયોગ સંગ-પ્રસંગની અંદર પોતાપણાના મમત્વભાવે વર્તે જ છે. હવે મુમુક્ષુ પણ એમ જ વર્તે તો બીજામાં અને