________________
પત્રાંક - ૩૩ર
મુંબઈ, ફાગણ સુદ ૪, બુધ, ૧૯૪૮ આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદપરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે, તન, મન, ધનાદિ જે
કંઈ પોતાપણે વર્તતાં હોય છે. તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે 2 છે; પ્રાયે જ્ઞાની કઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું
મટાડવાનું જ ઉપદેશે છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભપરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવા ત્યારે મુમુક્ષતા નિર્મળ હોય છે.
તા. ૨૮-૧૧-૧૯૮૯પ્રવચન ન. ૯૫
પત્રાંક – ૩૩૨, ૩૩૩
hd
“શ્રીમદ્ રાજચંદ્ર પત્ર-૩૩૨, પાનું ૩૧૮. “અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. મુમુક્ષુની યથાર્થ ભૂમિકા કેવી હોય) એ સંબંધી આ પત્રનો વિષય છે. “આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદપરિણામને પામે છે; તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે મુમુક્ષુપણું ક્યા પ્રકારે છે એ બહુ શરૂઆતની વાત કરી છે. જે આરંભ અને પરિગ્રહમાં તીવ્ર રસ