________________
૨૫૮
રાજહૃદય ભાગ-૫ જ પડે.
ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ તો ન ભાસે પરંતુ સત્સંગનું માહાસ્ય પણ....' એને ભાસ્યમાન થવું અસંભવિત છે,...” આ બીજું પગથિયું લીધું. સ્વ અને પર બંનેમાં વાત લીધી. સ્વમાં પોતાનું સ્વરૂપ ન ભાસે અને કોઈ જ્ઞાની–પ્રત્યક્ષ યોગ થાય તો એનું મહત્ત્વ એને ન ભાસે. ઉપર લીધું ને ? પરમભક્તિ નથી આવતી. એનું મહત્વ નથી ભાસ્યું. ત્યાં સુધી “સત્સંગનું માહાસ્ય પણ તથારૂપપો..” એટલે જેટલું આવવું જોઈએ તેટલું “ભાસ્યમાન થવું અસંભવિત છે. એની કિમત ન આવે.
અનંત કાળે જ્ઞાની મળતા નથી. અને આવા પંચમકાળમાં તો દુર્લભથી દુર્લભ અને છતાં મળે તો એને એની કિમત ન થાય. એટલે જેટલી થવી જોઈએ એટલી. ઓથે ઓથે માને બીજી વાત છે. પણ જે રીતે થવી જોઈએ, તથારૂપપણે એટલે ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થઈને જે થવી જોઈએ એવી પરમભક્તિથી એને ત્યાં કિમત ભાસ્યમાન થતી નથી. “તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. આ બંને પ્રકાર ઊભા થાય છે. સંસારી પ્રસંગમાં અનુકૂળતામાં સુખની કલ્પનાને લીધે, વહાલપ અને મીઠાશ છે એને લીધ. પછી જે દુઃખ થાય છે એ તો એનું Reaction છે કે એમાં Puncture પડે છે ત્યારે દુઃખ થયા વિના રહેતું નથી.
જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય.” એટલે મોક્ષના માર્ગ પ્રત્યેની એ મીઠાશ ઊભી ન થાય. જે રસ, વહાલપ એટલે રસ આવવો, જે રસ અને સંસારી પ્રસંગોમાં આવે છે એ જ રસ એને મોક્ષના માર્ગને વિષે ન આવે, અસંસારગત એટલે સંસારથી વિરુદ્ધ, એવા મોક્ષના વિષયમાં ન થાય
ત્યાં સુધી.' મુમુક્ષજીવે ખચીત કરી. અવશ્ય. ખચીત કરીને–અહીંયાં જરા વજન દેવું છે. ખચીત કરી અપ્રમતપણે...” એટલે કે જરાપણ પ્રમાદમાં રહ્યા વિના, ગલતમાં રહ્યા વિના, બેદરકારીમાં રહ્યા વિના, દરકાર નહિ કરીને વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. એનો આ અભિપ્રાય હોવો જોઈએ કે આ અંગેનો મારો પુરુષાર્થ-સંસારગત, વહાલપને તોડવાનો અસંસારગત વહાલપને પ્રાપ્ત કરવાનો મારો પુરુષાર્થ ચાલવો જોઈએ. આટલી એની જાગૃતિ આવવી જોઈએ.
ચાર લીટીની અંદર મુમુક્ષને ડૂબતો બચાવ્યો છે. ખેંચીને બહાર કાઢ્યો છે. ડૂબતો બચાવ્યો છે કે તું ડૂબી જા છો ! તારા સંસારના અનુકૂળ પ્રસંગ-પ્રતિકૂળ પ્રસંગોના