________________
પત્રાંક—૩૩૧
૨૫૭
૩૩૧. સંક્ષેપમાં પત્ર છે છતાં બહુ સારી વાત મુમુક્ષુ માટે લખી છે. કોને પત્ર લખ્યો છે એ વાત નથી આમાં. અધ્યાહાર રહે છે. વીતરાગપણે, અત્યંત વિનયપણે પ્રણામ.’ ઘણું કરીને ‘સોભાગભાઈ’ હશે પણ કોઈ કોઈ જગ્યાએ નામ બાદ રાખ્યું લાગે છે.
ભ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ..' સંસારની અનુકૂળતાઓ વધતી જાય, સંસારની અનુકૂળતાઓ મળતી જાય ત્યારે જીવને સંસારી પ્રસંગ સુખસ્વરૂપ ભાસે છે અને સુખ સ્વરૂપભાસે છે એમાં જીવનું ભ્રાંતિગતપણું છે, સિવાય બીજું કાઈ નથી. અનુકૂળતામાં સુખ એ જીવની એકાંત ભ્રાંતિ છે, બીજું કાંઈ નથી એમ કહે છે. એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં અનેક પ્રકાર છે, એના ભિન્ન ભિન્ન પ્રકાર છે. એ પ્રકારોમાં–કોઈપણ પ્રકારમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે;...' એટલે મીઠાશ આવે છે. આ ઠીક થયું એની એને અધિકતા રહે છે, એની મીઠાશ આવે છે. ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. જુઓ ! ભાસતું' શબ્દ લીધો છે. સ્વરૂપનો વિચાર તો ગમે તે ભૂમિકામાં કરે. ભાસ્યમાન થવું એક બીજી વાત છે. ભાસતું કહો, સ્વરૂપનો નિશ્ચય થવો કહો, સ્વરૂપનું લક્ષ થવું એમ કહો, નિર્ણય થવો એમ કહો, જે સ્વરૂપે છે એવા જ સ્વરૂપે પોતાને લાગવા મંડે એમ કહો એ પ્રતિભાસ ત્યાં સુધી નથી આવતો. એમાં પણ રસને વિચારો તો તરત પકડાશે કે, જ્યાં સુખનું નામનિશાન નથી ત્યાં સુખસ્વરૂપ ભાસ્યું એમાં રસ કેટલો વધ્યો ત્યારે એ થયું. કે તીવ્ર ૨સે કરીને એ વેઠે છે, અનુભવ કરે છે. ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું બની શકતું નથી. અસંભવિત છે, શક્ય જ નથી.
એનો અર્થ એ થયો કે જ્યાં જ્યાં સુખ અને દુઃખનો અનુભવ થાય, જે જે પ્રસંગમાં અને જે જે પ્રકારમાં સુખ અને દુઃખનો અનુભવ થાય ત્યાં કઈ કલ્પના થતાં એ સુખ અને દુઃખનો અનુભવ થયો ? બંને કલ્પિત છે. એ ત્યાં વિચારવું જોઈએ અને એ વસ્તુના સ્વભાવને વસ્તુના સ્વરૂપને અડીને વિચારવું જોઈએ કે વાસ્તવિક વેસ્તુનું સ્વરૂપ શું છે આમાં ? તો એમાં ભિન્નતા ઊભી થાય છે. વાસ્તવિક્તામાં જાવ એટલે ભિન્નતા ઊભી થાય છે. ભિન્નતા ઊભી થાય છે એટલે સુખ-દુઃખની કલ્પના નિવૃત્ત કરવી પડે એવું છે. ભિન્નતામાં તો સુખ-દુઃખની કલ્પના નિવૃત્ત કરવી